અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગાય આવી જતાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો, 4 લોકોના મોત

Ahmedabad Highway Accident: ગુજરાતના રોડ રસ્તાઓ રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત્ છે. અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. ખેડાના સીતાપુર નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઇવે પર નીલગાય (Ahmedabad Highway Accident) અચાનક રોડ વચ્ચે આવી જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલટી ખાઇ જતાં તેમાં સવાર 4 લોકોના મૃત્યુ થયા હતા. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ઇકો ગાડી અમદાવાદથી ઓઢવાડ જઈ રહી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. ગુરૂવારે મોડીરાતે પૂરપાટ જતી કારની વચ્ચે ગાય આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી.

કારમાં કુલ પાંચ લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માતની જાણ થતા કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કામગીરી હાથ ધરી છે. હાલ તમામ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા છે. આ સાથે ઇજાગ્રસ્ત વ્યક્તિને પણ સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલામાં લઈ જવામાં આવ્યો છે.

હાઇવે મરણચીસોથી ગુંજ્યો
આસપાસના લોકો અકસ્માત સમયે દોડી આવ્યા હતા અને 4 લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તો વળી કારમાં સવાર એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ કઠલાલ પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી.

તપાસ અધિકારી કઠલાલ પીઆઈ એમ.વી.ભગોરાએ જણાવ્યું કે, ઈજાગ્રસ્ત ફરિયાદી સંજય પુજસિહ ઠાકોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ બનાવમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. જેમાં કાર ચાલક સહિત 4નો સમાવેશ થાય છે.

આ લોકોના મોત થયા
વિનોદભાઈ ગબાભાઈ સોલંકી (ઈકો કાર ચાલક), પુજાભાઈ ઉર્ફે પુજેસિંહ અરજનભાઇ સોલંકી ઉ.વ.આ. 45, સંજયભાઇ જશવંતભાઈ ઠાકોર ઉ.વ.આ.32, રાજેશકુમાર સાલમસિંહ ઠાકોર (સોલંકી) ઉ.વ.આ.31 આ લૂકોના મોત થતા કાળો કહેર છવાઈ ગયો છે.