Patan News: હાલ રાજ્યમાં ગણેશોત્સવનો માહોલ ચાલી રહ્યો છે. તેમજ ગણેશજીની સ્થાપનના પાંચ દિવસ પુરા થતા અમુક લોકો વિસર્જન કરે છે. ત્યારે પાટણમાં વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાટણના સરસ્વતી (Patan News) બેરેજમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના સાત લોકો ડૂબી ગયા છે, જેમાંથી ચારના મોત થયા છે જ્યારે ત્રણ લોકોને બચાવી લેવાયા છે.
એક જ પરિવારના 7 સભ્યો ડૂબી ગયા
અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ગણેશોત્સવનો પર્વ ઉજવાઈ રહ્યો છે. જો કે દર વર્ષે ગણપતિ વિસર્જન વખતે અનેક લોકો ડૂબી જવાથી મોતને ભેટતા હોય છ. આ મામલે ગુજરાત હાઈકોર્ટ પણ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. એવામાં પાટણ જિલ્લામાં ગણપતિ વિસર્જન વખતે મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના 7 સભ્યો ડૂબી ગયા હતા. જે પૈકી 3ને બચાવી લેવાયા છે, જ્યારે એક યુવકની લાશ મળી છે. આ સિવાય અન્ય 3ની શોધખોળ ચાલુ છે.
4 લોકોની મળી લાશ
આ સમયે કાંઠા પર ઉપસ્થિત સ્થાનિક લોકોએ સાડીની મદદથી ત્રણ લોકોને બચાવીને બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય 4 સભ્યો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે સ્થાનિક તરવૈયા દ્વારા પાણીમાં કૂદીને બચાવવાનો પ્રયાસ કરતાં એક યુવકની લાશ હાથમાં આવી હતી.બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ નદીમાં અન્ય 3 યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જો કે અંધારુ થઈ ગયું હોવાથી મુશ્કેલી થઈ રહી છે. આ સિવાય 8 જેટલી 108 એમ્બ્યુલન્સને પણ નદીના કાંઠે તહેનાત કરી દેવામાં આવી છે.
મૃતકના નામ:
શિતલબેન નિતિનભાઈ પ્રજાપતિ (માતા), જિતિન નિતિનભાઈ પ્રજાપતિ (પુત્ર), દક્ષ નિતિનભાઈ પ્રજાપતિ (પુત્ર), નયન રમેશભાઈ પ્રજાપતિ (મામા) આ લોકોમાં મોત થયા હોવાનું સામે આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App