સુરત(Surat): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં વડોદરા જીલ્લાના વાઘોડિયા(Waghodia) તાલુકાના જરોદ(Jarod) પાસે ઉજ્જૈન(Ujjain) અને પાવાગઢ (Pavagadh)થી દર્શન કરીને Surat જઈ રહેલા પરિવારને આજે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. જેમાં 4 લોકોનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં 8 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
કન્ટેનરની પાછળ કાર ઘૂસી ગઈ:
મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનનો તેમજ Surat નો રહેવાસી પરિવાર ઉજ્જૈન દર્શનાર્થે ગયો હતો, આ દરમિયાન પરત ફરતી વેળાએ તેઓ પાવાગઢ મહાકાળી માતાનાં દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરિવાર Surat પરત ફરી રહ્યો હતો. એ સમયે વડોદરા નજીક જરોદ પાસે આવેલી હોટલ વે વેટ પાસે SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. જેને પગલે કારમાં બેઠેલા 4 લોકોનાં કરુણ મોત નીપજ્યા હતાં, જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ પોલીસ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન પોલીસ અને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે જરોદ પોલીસની ટીમે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જરોદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ જાણવા મળ્યું છે કે, SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હોવાથી રેસ્ક્યૂ-ઓપરેશનમાં JCBની મદદ લેવાઈ હતી અને JCBની મદદથી કારને કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવી હતી.
રાજ્ય સરકાર મૃતકોના પરિવારને 4 લાખની સહાય કરશે:
આ અકસ્માતમાં રઘાજી કિશોરજી કલાલ (65), રોશન રઘાજી કલાલ (40), પ્રકાશ રામાજી ગુર્જર (35) તેમજ રાકેશ કનૈયાલાલ ગુર્જર (08) આ ચારેયના મોત થયા હતા. તેમજ આ ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે. સાથે જ રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.