બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના શહેરોમાં તમામ શાળા- કોલેજ શરુ રાખવા અંગે મહત્વની જાણકારી સામે આવી

Biporjoy Cyclone School holiday: સોમવારે રાજકોટમાં સવારથી જ પવન, બફારો રહ્યા બાદ બપોરે 55 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને રાજકોટ શહેરમાં માત્ર 4 મીમી વરસાદ પણ નોધાયો હતો. અનેક જગ્યાએ ભારે પવન ફૂંકાતા અગાશી, રોડ-રસ્તા પર લગાવેલા બોર્ડ ઊડી ગયા હતા અને અનેક વૃક્ષઓ ધરાશાયી થયા હતા.

રાજકોટમાં બિપરજોય વાવાઝોડાને કારણે આજે હળવાથી મધ્યમ વરસાદ વરસશે બુધવાર અને ગુરુવાર બે દિવસ 50 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી સંભાવના છે. બુધવાર અને ગુરુવાર બે દિવસ દરમિયાન રાજકોટની શાળા અને કોલેજ ત્રણ દિવસ કોર્ટમાં કામગીરી બંધ રહેશે.

સોમવારે સાંજે નીચાણવાળા વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાના અંગે એલર્ટ આપવામાં આવ્યું હતું અને આજે સાંજે નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમજ આ ઉપરાંત એન.ડી.આર.એફ. ની ટીમ અને પાંચ પોલીસની ટીમ ખડેપગે રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર એક ટીમમાં 12 પોલીસ જવાન રહેશે જે રોડ-રસ્તા ખોલાવવાની અને ગાર્ડન શાખા સાથે ઝાડ દૂર કરવાની કામગીરીમાં જોડાશે.

મળેલી માહિતી અનુસાર 36  ટ્રેન રદ કરવામાં આવી છે. છાપરાં, જોખમી મકાન અને દીવાલની નજીક કોઈ બસ પાર્ક નહીં કરવા ખાસ સૂચના અપાઈ છે. મંગળવારે સવારે 8 કલાકથી બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ખેતપેદાશ મુખ્ય માર્કેટ યાર્ડ ઉતારવામાં આવશે નહિ તેવો આદેશ કરવામાં આવ્યો છે.

બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં લઇને તારીખ 13 થી 15 એમ ત્રણ દિવસ વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશેનો રાજકોટ બાર એસોસિએશને ઠરાવ કરવામાં આવ્યો છે. વરસાદની શક્યતા અને ભારેપવનની આગાહી કરવામાં આવી હોવાથી પક્ષકારો, વકીલો, સાક્ષીઓ કોર્ટમાં હાજર ન રહી શકે તો આવા સંજોગોમાં તે કેસને યથાવત્ સ્થિતિ જાળવી રાખવા ન્યાયાધીશોને વિનંતી પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *