Rajkot Swaminarayan Temple: સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. રાજકોટના જસ્મીન માઢકે સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. મંદિર માટે જગ્યા જોઈએ છે કહી કરોડોની ઠગાઇ કરી છે. તેમાં સુરેન્દ્રનગર, વિરમગામ,સુરતમાં પણ સ્વામીઓ(Rajkot Swaminarayan Temple) સામે ફરિયાદ થઇ છે. વડતાલમાંથી હકાલપટ્ટી કરેલા સ્વામી સહિત 8 સામે ફરિયાદ થઇ છે.
સુરતમાં 2 નડિયાદ, આણંદ, વિરમગામમાં પાંચ ગુનામાં સ્વામીઓ વોન્ટેડ
રાજકોટ, સુરેન્દ્રનગર વિરમગામ,સુરતમાં સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જેમાં રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જે.કે સ્વામી,વી.પી સ્વામી, એમ.પી.સ્વામી , દેવપ્રકાશ સ્વામી સહિત આઠેક લોકો સામે ઠગાઈની ફરિયાદ થતા ભક્તોમાં આક્રોસ જોવા મળ્યો છે. જેમાં જસ્મીન માઢકે જે તે વખતે રૂપિયાની લેતી દેતીના વીડીયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યા છે.
તેથી પોલીસે આગળની કાર્યવાહી કરી છે. સ્વામીની ટોળકીઓ દ્વારા અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યા હોવાની અલગ અલગ ફરિયાદો છે. સ્વામીની ગેંગના લોકો જમીન વેચનાર ખેડૂત અને દલાલ બંને ટોકન અપાવે અને પૈસા આખી ગેંગ વચ્ચે વેચતાનો આક્ષેપ છે. જેમાં સુરતમાં 2 નડિયાદ, આણંદ, વિરમગામમાં પાંચ ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે.
સાધુઓ દારૂ, બિયર, રશિયન યુવતીઓના શોખીનનો આરોપ
વડતાલ સ્વામિનારાયણના સંતો દ્વારા કરોડો રૂપિયાની ઢગાઈના મામલે ફરિયાદી જસમીન માઢકે નવો ધડાકો કર્યો છે. તેમાં સ્વામિનારાયણના સ્વામીઓ પર વ્યભિચારનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. તેમાં ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદી અને સાધુઓ દુબઈ સાથે ગયા હતા. જેમાં તતેમને જણાવ્યું હતું કે, સાધુઓ દારૂ, બિયર, રશિયન યુવતીઓના શોખીનનો આરોપ છે.આગળફરિયાદીએ જણાવ્યું છે કે દુબઇમાં દેવપ્રકાશ સ્વામી જિન્સ, ટીશર્ટમાં રહ્યા હતા. તેમજ દેવપ્રકાશ સ્વામીએ નોનવેજ ખાધું હોવાનો પણ આરોપ છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, સ્વામીનું નવું રૂપ જોઈને અમે અચરજમાં પડ્યા હતા.
જે.કે સ્વામી, વી.પી સ્વામી, એમ.પી.સ્વામી સામે ફરિયાદ થઇ
રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં વડતાલ સ્વામિનારાયણના ચાર સ્વામી સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ થઇ છે. સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી સાધુઓએ કરોડોની ઠગાઈ કરી છે. જેમાં જે.કે સ્વામી, વી.પી સ્વામી, એમ.પી.સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની ફરિયાદ છે. જસ્મીન માઢકે રુપિયા લેતીદેતીના વીડિયો પોલીસને આપ્યા છે. અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યાની ફરિયાદ છે. સુરત, નડિયાદ, આણંદ, વિરમગામના ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App