વધુ એક ગાયના મોતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મહેસાણામાં એક સાથે સંખ્યાબંધ ગાયના મોતની ઘટનાને હજુ એક અઠવાડીયું થયું છે એવામાં અમદાવાદમાં એક ગૌશાળામાં એકસાથે 40થી વધુ ગાયોના મોતની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શાંતીપુરા ચોકડી પાસે આવેલી બંસી ગૌશાળામાં 40થી વધુ ગાયના શંકાસ્પદ મોત નિપજ્યા છે. ગાયના મોતના સમાચાર મળતા તુરંત પશુ અધિકારીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક મળતી માહિતી અનુસાર, ઘાસ ચારામાં સંકાસ્પદ વસ્તુ આવી જતા ગાયના મોત થયા છે. હજુ કેટલીક ગાયોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. જેથી મૃત્યુઆંક વધે તેવી પમ શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બોરસદનાં પાંજરાપોળમાં પણ એક સાથે 38 ગાયનાં મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી . ધાસચારો ખાધા બાદ તમામ ગાય એક સાથે બિમાર પડી હતી. ત્યારે સારવાર દરમિયાન તમામ ગાયના મોત નીપજ્યું હતા. હમણાં જ આવો જ એક કિસ્સો છત્તીસગઢથી પણ સામે આવ્યો હતો.
છત્તીસગઢના બલૌદાબજાર જીલ્લામાં એક ગ્રામ પંચાયતની ગૌશાળામાં થોડા દિવસ પહેલા શ્વાસ રૂંધાઈ જવાથી 18 ગાયના મોત નિપજ્યા હતા. જેમાં ગામના ખેડૂતો રખડતી ગાયો દ્વારા ખેતરોમાં ઉભા પાકને નુકશાન પહોંચાડવાના કારણે પરેશાન હતા. બધાએ અંદરો-અંદર ચર્ચા કરી રખડતી ગાયોને પકડી ગામની ગૌ-શાળાના એક રૂમમાં બંધ કરી દીધી અને અન્ય ગાયોને ખુલ્લામાં ખીંટા લગાવી બાંધી દીધી. જેથી ગાયોનું રૂમમાં શ્વાસ રૂંઢાઈ જવાથી મોત થયું હતું