પેપર લીકમાં ભાજપ સાથે આ કોંગ્રેસી નેતાનું પણ નામ ઉછળ્યું

Published on: 12:21 pm, Tue, 4 December 18

લોકરક્ષક ભરતી મામલે હવે કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ સામે આવી રહ્યું છે. કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશ પટેલની હોસ્ટેલમાં રહીને રૂપલ શર્મા કામ કરતી હતી. રૂપલ શર્માએ હોસ્ટેલમાં પેપર મગાવ્યું હતું. એટલુ જ નહીં, હોસ્ટેલમાં જ પેપરની વહેંચણી થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

ગાંધીનગર પોલીસ આ મામલે સુરેશ પટેલની પણ પૂછપરછ કરશે. સુરેશ પટેલના પ્લોટ પર હોસ્ટેલ બનેલી છે. સુરેશ પટેલે સ્વીકાર્યું છે કે તેમણે હોસ્ટેલ ભાડે આપી હતી. રામસિંહ રાજપૂતના નામે ભાડા કરાર થયો હતો.

સુરેશ પટેલે મીડિયાને કહ્યું કે આ મકાન તેમણે ભાડેથી આપ્યું હતું અને રૂપલ શર્માએ હોસ્ટેલ ખોલ્યું હતું. હોસ્ટેલમાં 25થી 30 બાળકો રહેતા હતા. પેપર લીકની ઘટનાથી મને કશું લાગતું વળગતું નથી. રૂપલ શર્માએ પેપર લીકનો ખેલ હોસ્ટેલમાં રહીને કર્યો હતો.