ફૂલોના ભાવમાં તેજીની દુર્ગંધ: ભગવાનની ભક્તિ થઈ મોંઘી, ઝીંકાયો આટલાં ટકાનો વધારો

Flower Prices Increase: રાજ્યભરમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થયું છે. શાકભાજીના વાવેતરને પણ અસર થતાં હાલ શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ફૂલોની વાત કરીએ તો ભારે વરસાદને કારણે ફૂલની ખેતીને પણ મોટી અસર થઈ છે અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે ફૂલોની ધાર્મિક તહેવારો દરમિયાન સૌથી વધારે માંગ જોવા મળતી હોય છે. હાલ ગણેશ ઉત્સવને (Flower Prices Increase) લઇ ફૂલની માંગમાં વધારો થયો છે. આવક ઓછી થતા ભાવમાં પાંચ ગણો વધારો થયો છે.

વરસાદ વધતા ફૂલોની આવક ઘટી
ફૂલોના ભાવની વાત કરવામાં આવે તો જાસુદ અને ધરોનો એક હાર રૂ 400માં મળે છે.વિદેશી ગુલાબનો એક હાર રૂ 600માં મળે છે.જિપ્સી, લીલી, જાસ્મીનનો બંચનો ભાવ રૂ 700 છે.ગ્રાહકોનું કહેવું છે કે,ફૂલોનો ભાવ રોકેટ ગતિએ વધી ગયો છે.એક એક હાર રૂ 500થી 600ના મળે છે.ફૂલોની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓનું માનવું છે.ભારે વરસાદથી ફૂલોની આવક 50 ટકા ઘટી છે.

ફૂલોના ભાવમાં 70 ટકા સુધીનો વધારો
હાલ ફૂલોના ભાવમાં 70 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. તેમાં પણ ગુલાબ, ગલગોટા, ડચ ગુલાબના ભાવ આસમાને પહોચ્યા છે.ગુલાબના ભાવ પહેલા રૂ.50 થી 60 હતા જે ભાવ વધી રૂ.300 થી વધારે થય ગયા છે. ગોલગોટાનો ભાવ રૂ.50 હતા. જે હાલ વધીને રૂ.150થી વધુ થયા છે વેપારીઓ પણ મુઝવણમાં મુકાયા છે. તેમજ ટ્રાસ્પોર્ટશનમાં માલ બગડતા ખરીદનાર પણ ઘટયા છે. આગામી દિવસોમાં તહેવાર શરૂ થવા જઈ રહ્યા છે. હજુ ભાવ વધવાની શકયતા છે.

ગણેશોત્સવને લઈ ફૂલોની માંગમાં વધારો
હાલ ઘરે-ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આમ તો નિયમિત ફૂલની આવક જોવા મળતી હોય છે. સામાન્ય દિવસોમાં ફૂલ સસ્તા ભાવે મળે છે. પરંતુ વરસાદને કારણે ફૂલના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. હાલ ગણેશોત્સવને લઈ ફૂલોની માંગમાં વધારો થયો છે.