કોરોનાની સારવાર માટે દરેક યુવાનોને મોદી સરકાર આપી રહે છે 4000 રૂપિયા- જાણો સમગ્ર યોજના વિષે

એક સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. કોરોના વાયરસની સારવાર માટે સરકાર પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ યુવાનોને 4000 રૂપિયાની આર્થિક મદદ કરી રહી છે. આ દાવો સાચો છે કે ખોટો તેને લઇને સરકારે સ્પષ્ટતા કરી છે. આ દાવાને પીઆઇબી ફેક્ટએ ફેક જાહેર કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા એવી કોઇ યોજના ચલાવવામાં આવી નથી.

અમુક અહેવાલો દ્રારા એવા ફેક ન્યુઝ ફેલાવવામાં આવ્યા હતા કે, પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ તમામ યુવાનોને કોરોનાવાયરસની મફત સારવાર માટે 4000 રૂપિયાની મદદ મળશે. રજીસ્ટ્રેશન કરવા માટે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને પોતાનું ફોર્મ ભરો. અરજી કરવાની અંતિમ તારીખ 18 ઓગસ્ટ 2021 છે. મને 4000 રૂપિયા મળી ચુક્યા છે. જલ્દી કરો તમે પણ આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી લો. આ મેસેજની સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ ફેક્ટ ચેક કરી છે. હકીકતમાં ફેક્ટ ચેકમાં એવું કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના શરુ કરવામાં આવી નથી. આવી નકલી વેબસાઇટ્સ પર તમારી પર્સનલ ડિટેલ્સ શેર ન કરો.

સોશિયલ મીડિયા પર અન્ય એક ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોન આપવાનું કહેવામાં આવી રહ્યું છે. આધાર કાર્ડમાંથી આ મેસેજમાં લોન મેળવવા માટે દાવો કરવામાં આવી રહ્યો છે અને આ યોજનાનું નામ પ્રધાનમંત્રી યોજના આપવામાં આવ્યું છે. આ વોટ્સએપ મેસેજમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી યોજના આધાર કાર્ડમાંથી લોન, 1% વ્યાજ, 50% ડિસ્કાઉન્ટ. 8126974825 નંબર પર કોલ કરવાનું પણ જણાવવામાં આવે છે. આ મેસેજને પીઆઈબીએ ફેક્ટ-ચેક કર્યો છે અને જણાવ્યું છે કે, WhatsApp પર શેર કરવામાં આવતા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી યોજના અંતર્ગત આધાર કાર્ડ દ્વારા 1% વ્યાજ પર લોન આપવામાં આવી રહી છે. આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી યોજના’ નામની કોઈપણ યોજના હેઠળ લોન આપવામાં આવતી નથી.

તમને જણાવવામાં આવે છે કે, જો તમને પણ કોઈ સમાચાર અથવા માહિતીમાં આપવામાં આવેલ તથા આ અંગે શંકા હોય તો તમે તેને PIB ફેક્ટચેક પર મોકલી શકો છો. સંપૂર્ણ તપાસ કર્યા પછી તમને સાચી માહિતી જણાવવામાં આવશે. આ માટે, તમારો મુદ્દો તમે ઘણા બધા માધ્યમો દ્વારા PIB FactCheck ને મોકલી શકો છો. જો તમે ઈચ્છો છો, તો તમે +91 8799711259 પર WhatsApp કરી શકો છો અથવા socialmedia@pib.gov.in પર ઇમેઇલ મોકલી શકો છો. આ ઉપરાંત, તમે ટ્વિટર પર IPIBFactCheck અથવા /PIBFactCheck Instagram પર અથવા /PIBFactCheck Facebook પર સંપર્ક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *