દેશના સૌથી મોટા બેંક ફ્રોડમાં EDની મોટી કાર્યવાહી- ૩૪,૦૦૦ કરોડના કૌભાંડ મામલે જપ્ત કરાઈ 415 કરોડની સંપત્તિ

દેશના સૌથી મોટા બેન્કિંગ ફ્રોડ (Banking fraud)માં ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, યસ બેંક-DHFL(Yes Bank-DHFL) ફ્રોડ કેસમાં જોડાયેલ બે બિલ્ડરો (builders)ની 415 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. આ મામલામાં એક દિવસ પહેલા જ EDએ મોટી કાર્યવાહી કરતા અગસ્તા વેસ્ટલેંડ હેલીકોપ્ટર(AgustaWestland Helicopters) જપ્ત કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, DHFL ફ્રોડ કેસને દેશનો સૌથી મોટી બેંક ફ્રોડ કહેવાય છે. જેમાં સંજય છાબડિયા અને અવિનાશ ભોસલે નામના બિલ્ડરોનો હાથ હતો. હાલ ED દ્વારા આ બંને બિલ્ડરોની સંપત્તિ જપ્ત થઈ છે. બંનેની ધરપકડ પહેલા જ થઈ ચુકી છે. યસ બેંક-DHFL ફ્રોડનો મામલો 34,000 કરોડ રૂપિયાનો છે. આ બંને બિલ્ડરો પર મની લોન્ડ્રીંગ અને છેતરપીંડીનો આરોપ છે.

દેશના સૌથી મોટા બેંકીંગ ફ્રોડના આ કેસમાં 34,000 કરોડની છેતરપીંડીનો આરોપ છે. જેમાં 17 બેંકોના કંસોર્સિયમના પૈસા ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. આ કંસોર્સિયમને યુનિયન બેંક ઓફ ઈંડિયાની અધ્યક્ષતામાં બનાવામાં આવ્યું હતું. આ કેસમાં બે બિલ્ડરોની ધરપકડ પહેલેથી જ કરવામાં આવી છે. જેમાં સંજય છાબડિયા નામનો બિલ્ડર રેડિયસ ડેવલપર્સનો પ્રમુખ છે, જ્યારે અવિનાશ ભોસલે એબીઆઈએલ ઈંફ્રાસ્ટ્રક્ચરના પ્રમુખ છે.

આટલી પ્રોપર્ટી થઈ જપ્ત:
ED દ્વારા આ કેસમાં તપાસ ચાલુ જ હતી. જેમાં ગત અઠવાડીયે CBIએ એક કાર્યવાહીમાં પુણેમાં અવિનાશ ભોસલેની પ્રોપર્ટી પર અગસ્તા વેસ્ટલેંડનું હેલીકોપ્ટર જપ્ત કર્યું હતું. આ ઉપરાંત બુધવારે મુંબઈના સાંતાક્રૂઝમાં 1116.5 કરોડ રૂપિયાનું એક લેંડ પાર્યસ, છાબડિયા સંબંધિત દિલ્હી એરપોર્ટ પર એક હોટલ જેની કિંમત 13.67 કરોડ રૂપિયા છે, છાબડિયાની કંપનીના 25 ટકા ઈક્વિટી શેરવાળા બેંગલુરુ સ્થિત 115 કરોડ રૂપિયાનું એક લેંડ પાર્સલ, સંજય છાબડિયાની 3.10 કરોડ રૂપિયાની ત્રણ હાઈ એન્ડ લક્ઝૂરી કાર અને સાંતાક્રૂઝમાં 3 કરોડ રૂપિયાનો ફ્લેટ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *