ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર કર્યા પ્રહાર- “હિમ્મત હોય તો પોતાના પિતાના નામ પર વોટ માંગો”

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહ્યું છે. દિવસેને દિવસે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને એકનાથ શિંદે(Eknath Shinde) જૂથ વચ્ચેની તકરાર વધુ તીવ્ર બની રહી છે,…

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહ્યું છે. દિવસેને દિવસે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને એકનાથ શિંદે(Eknath Shinde) જૂથ વચ્ચેની તકરાર વધુ તીવ્ર બની રહી છે, નેતાઓ પણ એકબીજા શાબ્દિક પ્રહાર કરતા જોવા મળે છે. આજે મુંબઈમાં શિવસેના(Shiv Sena)ની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જો તમારામાં હિંમત હોય તો બાળાસાહેબ(Balasaheb)ના નામે નહીં પણ પોતાના પિતાના નામે વોટ માગો.

શિવસેનામાં સૌથી મોટી તૂટ, હવે એક નહિ પણ બે-બે ‘શિવસેના’:
એક તરફ સીએમ ઉદ્ધવ ઠાકરે રાજકીય સંઘર્ષ લડી રહ્યા છે, તો બીજી તરફ એકનાથ શિંદે પણ મેદાનમાં છે. એકનાથ શિંદેએ આ બધાની વચ્ચે એક માસ્ટર સ્ટ્રોક માર્યો હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોનો દાવો છે કે શિંદે સમર્થકોએ તેમના અલગ જૂથનું નામ નક્કી કર્યું છે. આ જૂથનું નામ ‘શિવસેના-બાળાસાહેબ’ જૂથ હશે. લગભગ 40 બળવાખોર ધારાસભ્યો આ જૂથમાં સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટૂંક સમયમાં શિંદેના સમર્થકો આ નામને લઈને ઔપચારિક જાહેરાત પણ કરી શકે છે.

સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને ધમકાવ્યા:
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉત સતત નિવેદન આપી રહ્યા છે. શનિવારના રોજ તેમણે કહ્યું હતું કે, આજે મળનારી શિવસેનાની કાર્યકારિણીની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવશે. આ પાર્ટી રાજ્ય અને દેશની બહુ મોટી પાર્ટી છે. બાળાસાહેબજી, ઉદ્ધવજી અને તમામ કાર્યકરોએ આ પાર્ટીની રચનામાં લોહી અને પરસેવો વહાવ્યો છે.

સંજય રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, શિવસેનાને કોઈ સરળતાથી તોડી શકે નહીં. એકનાથ શિંદેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે માત્ર પૈસાથી પાર્ટી ખરીદી શકાતી નથી. અત્યારે જે કટોકટી છે તેને અમે કટોકટી નથી માનતા, પરંતુ અમારા માટે પાર્ટીનો વિસ્તાર કરવાની મોટી તક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *