સમગ્ર રાજ્યમાં આત્મહત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં આને લઈ એક જાણકારી સામે આવી રહી છે. ‘જિંદગી ના મિલેગી દોબારા’ હિન્દી ફિલ્મનું આ શીર્ષક તમામ લોકોને સંદેશ આપે છે કે, જીવનમાં ગમે તેટલા ચઢાવ-ઉતાર આવે એમ છતાં સંઘર્ષો તથા પડકારોનો સામનો કરીને જીવન જીવવાનું છે.
એમ છતાં અનેક લોકો મુશ્કેલીઓ, સંઘર્ષો, તકલીફો, દુ:ખ-દર્દ સામે હારી જતા હોય છે તથા આપઘાતનો માર્ગ અપનાવી લેતા હોય છે. ‘નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો’એ સમગ્ર દેશમાં થયેલી આપઘાતના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં દરરોજ 21 આપઘાત થતી હોવાનું સામે આવ્યું છે.
જેમાં સૌથી વધારે ફેમિલી પ્રોબ્લેમને લીધે કુલ 2,139 તથા બીમારીને લીધે 1,634 લોકોએ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટની વાત કરવામાં આવે તો અહીં માત્ર 1 વર્ષમાં કુલ 416 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે. જેમાં સૌથી વધારે પારિવારિક સમસ્યાને લીધે કુલ 106, બીમારીને લીધે કુલ 77, પ્રેમપ્રકરણમાં કુલ 49 લોકોએ જીવ દીધો હતો.
સમગ્ર રાજ્યમાં માત્ર 1 વર્ષમાં કુલ 7,655 આપઘાત થયા છે કે, જેમાં 5,168 પુરુષો તથા 2,486 મહિલા છે. લગ્ન ન થવાને લીધે કુલ 82 તથા છૂટાછેડાને લીધે કુલ 84 લોકોએ આપઘાત કર્યો છે, માનસીક બિમારીને લીધે કુલ 800 લોકોએ જીવન ટૂંકાવ્યું છે.
સમગ્ર રાજ્યમાં લગ્ન ન થવાંને લીધે 82, દહેજને લીધે 28, લગ્નેતર સંબંધોને લીધે 22, છુટાછેડાને લીધે 84, અન્ય કોઈ કારણસર 80 લોકોએ પોતાનું જીવન ટુંકાવ્યું છે. આની સાથે જ એઈડસ જેવી બીમારીને કારણે 10, કેન્સરને લીધે 112, પેરેલીસીસને લીધે 67, માનસિક બીમારી 800, અન્ય કોઈ બીમારીમાં 645 જેટલા લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
રાજ્યનાં અમદાવાદ શહેરમાં વર્ષ 2018 માં 706 તેમજ વર્ષ 2019 માં 763 લોકોએ આપઘાત કર્યો છે. રાજકોટ શહેરમાં વર્ષ 2018 માં 449 તેમજ વર્ષ 2019 માં 416 માં લોકોએ આપઘાત કર્યો છે. સુરત શહેરમાં વર્ષ 2018 માં 816 તેમજ વર્ષ 2019 માં 795 લોકોએ આત્મહત્યા કરી છે. આ પરથી જાણી શકાય છે કે, આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle