દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતના 42 વર્ષીય બ્રેઈનડેડ અવધના અંગોના દાનથી બે લોકોને મળશે નવજીવન

Published on Trishul News at 11:23 AM, Sat, 30 September 2023

Last modified on September 30th, 2023 at 11:23 AM

Organ Donation in Surat: ડાયમંડ સીટી, ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતું સુરત હવે ઓર્ગન ડોનેશન સીટી તરીકે ઓળખવા માંડ્યું છે.સુરતમાં કાલે વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમના પાવન અવસરે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન(Organ Donation in Surat) થયું છે. સુરત નજીક આવેલ સચીન જી.આઇ.ડી.સી. ખાતે રહેતા બ્રેઈનડેડ બિસ્માકર્મા અવધ મિસ્ત્રીના લિવર અને ફેફસાના દાનથી બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના અહિયાપૂર ખુટહાના હસપુરાના વતની 42 વર્ષીય બિસ્માકર્મા અવધ મિસ્ત્રી સચીન જી.આઇ.ડી.સી. ખાતે બરફની કંપનીમાં કામ કરતા હતા અને કંપનીમાં જ રહેતા હતા. તારીખ 27 સપ્ટેમ્બરના રોજ સાંજે રૂમ પર જમવાનું બનાવતાં હતા ત્યારે અચાનક ચક્કર આવી જતા સાંજે 06:00 વાગ્યા આસપાસ તત્કાલ 108 ઈમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમના મગજની નસ ફાટી જવાનું નિદાન થયું હતું. સઘન સારવાર બાદ તારીખ 29 મી સપ્ટેમ્બરની વહેલી સવારે 02.17 વાગ્યે ડો.જય પટેલ તથા ડો.કેયુર પ્રજાપતિ, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

મિસ્ત્રી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ બિસ્માકર્માના કાકાએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. તેમના પરિવારમાં પત્ની મમતાદેવી તથા દીકરી ખુશ્બુ અને પુત્ર અમિત છે, જેઓ વતનમાં રહે છે.

29 સપ્ટેમ્બર બ્રેઈનડેડ બિસ્માકર્માના લીવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે તથા ફેફસાને ડી.વાય.પાટીલ હોસ્પિટલ એન્ડ રીચર્સ સેન્ટર-પુણે ખાતે લઇ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૪૫મું અંગદાન થયું છે.

Be the first to comment on "દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતના 42 વર્ષીય બ્રેઈનડેડ અવધના અંગોના દાનથી બે લોકોને મળશે નવજીવન"

Leave a comment

Your email address will not be published.


*