અંકલેશ્વરની ઔધૌગિક વસાહતનું નાળું બન્યું “પ્રદુષણ નદી”- કોણે વરસાદનો લાભ ઉઠાવી છોડી દીધું કેમિકલ?

Ankleshwar News:  છેલ્લા એક અઠવાડિયા થી અંક્લેશ્વર ઓદ્યોગિક વસાહત ની વરસાદી ગટરો માં પ્રદૂષણ વેહવાની ઘટનાઓ બની રહી છે. ગતરોજ રવિવાર અને વરસાદ નો લાભ…

Ankleshwar News:  છેલ્લા એક અઠવાડિયા થી અંક્લેશ્વર ઓદ્યોગિક વસાહત ની વરસાદી ગટરો માં પ્રદૂષણ વેહવાની ઘટનાઓ બની રહી છે. ગતરોજ રવિવાર અને વરસાદ નો લાભ લઈ કેટલાક ઉદ્યોગકારો દ્વારા પ્રદૂષિત પાણી વરસાદી ગટરો માં છોડવામાં આવ્યું હોય એમ જણાઈ રહ્યું હતું.

વરસાદી ગટરો માંથી આં પ્રદૂષિત પાણી પિરામણ નજીકના ફાઇનલ પંપીંગ સ્ટેશન પાસે પ્રદૂષિત પાણી રોકવા બનાવેયેલ પાળા ઉપરથી અને નીચે પ્રદૂષિત પાણી રોકવા બનાવાયેલ વાલ્વ ખુલ્લો રાખવાથી પીળા કલર નાં પ્રદુષિત પાણી આમલાખાડીમાં જતા આમલાખાડીમાં ફીણને લીધે આમલા ખાડી પર સફેદ દુષિત ફીણ પથરાઇ યમુના નદી જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી .પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ને ફરિયાદ કરાઈ હતી. જે બાદ જીપીસીબી અને NCT દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

પ્રકૃતિ સુરક્ષા મંડળ નાં સલીમ પટેલે (Salim Patel, Ankleshwar) જણાવ્યું હતું કે “હવે આં રોજની ઘટના બની છે કે રોજ અમે ફોન કરીએ ત્યારે રૂટિન મુજબ જીપીસીબી આવી સેમ્પલ લઇ રિપોર્ટ કરી ગાંધીનગર મોકલે છે. પરંતુ બીજા દિવસે એજ પરિસ્થિતિ સર્જાય છે. જીપીસીબી ની ઢીલી વૃત્તિ થી જીપીસીબી નો કોઈ ડર સ્થાનિક ઉદ્યોગો માં રહ્યો નથી આં જોઈ ને એવું લાગે છે કે શું પ્રદૂષણ ને કાયદા મુજબ ની માન્યતા આપી દેવામાં આવી છે?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *