16 જૂને, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદે ગંભીર પરિણામો સામે આવ્યા જેમાં માહિતી છે કે ભારતીય સેનાના લદાખની ગાલવાન ખીણમાં 20 સૈનિકો શહીદ થયા છે. સાથે સાથે એવી જાણકારી પણ આવી જેમાં કહેવાયું છે કે ચાઈના ના પણ ૪૩ જેટલા સૈનિકોના મોત અથવા ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ 20 સૈનિકોની શહાદતને ઢાંકવા માટે આ સમાચારને 43 ચાઇનીઝ સેનાના જવાનોને ઠાર કર્યા હોવાનું બતાવીને દેશભરમાં અલગ વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે.
હદ તો ત્યારે થઇ ગઈ જયારે એક નેશનલ ન્યુઝ ચેનલની એન્કરે તો આ પાછળ સેના જવાબદાર છે સરકાર નહી તેવું નિવેદન આપ્યું. આ એજ નીચતાની હદ વટાવેલા એન્કરો છે જેઓએ સર્જીકલ સ્ટ્રાઈકની નામનાનો હાર સરકારને પહેરાવ્યો હતો.
43 ચાઇનીઝ સૈનિકોના મોત નો દાવોન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વિટ પર આધારિત હતો જેમાં “સુત્રો દ્વારા મળેલ માહિતી લખાયું હતું અને કહેવામાં આવ્યું હતું કે ચાઇના તરફ 43 લોકોનાં મોત અથવા ઈજાઓ પહોચી છે. જેને અમુક કહેવાતા પત્રકારોએ 43 ચીનાઓને ઠાર કાર્ય હોવામાં ફેરવી નાખ્યું.
સૈન્યની બાબતોના જાણકાર પત્રકાર શિવ અરોરે ટ્વીટ કર્યું કે, “ચાઇનીઝ પક્ષ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી”
જોકે ગાલવાન ખીણમાં ભારતીય સૈનિકો સાથે 15-16 જૂનના રોજ થયેલા હિંસક લડાઈમાં સામેલ ચીની યુનિટના કમાન્ડિંગ ઓફિસર, માર્યા ગયેલા લોકોમાં શામેલ છે, એમ એએનઆઇએ ટ્વીટ કરેલ છે.
આમ ANI એ ચીન સૈન્યમાં થયેલી કથિત જાનહાનિ અંગેના ટ્વીટમાં 43 લોકો મૃત અથવા ઘાયલ થયા છે- તે વાતને ઘણા લોકોએ “43 ચાઇનીઝ સૈનિકો માર્યા ગયા” ખોટી રીતે રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ પક્ષ કે કોઈ પણ અગ્રણી ભારતીય સૈન્યના મામલાના પત્રકારે ચાઇનીઝ આર્મીમાં ઘાયલ થયેલા કે મૃત્યુ પામેલા લોકોની સંખ્યાની પુષ્ટિ કરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news