તમે પણ લાંબા સમયથી મોઢાનાં ચાંદાથી પરેશાન છો, તો જાણો કેવી રીતે તેનાથી છુટકારો પામી શકાય

શું તાજેતરમાં જ આપને મોઢામાં ઘા થયા હતાં ? મોઢાની અંદર થતા ઘાને મોઢાનાં ચાંદા કે છાલા કહેવામાં આવે છે. મોઢાનાં ચાંદાને સહન કરવા બહુ…

શું તાજેતરમાં જ આપને મોઢામાં ઘા થયા હતાં ? મોઢાની અંદર થતા ઘાને મોઢાનાં ચાંદા કે છાલા કહેવામાં આવે છે. મોઢાનાં ચાંદાને સહન કરવા બહુ મુશ્કેલ હોય છે. આ ઘા અને ઈજા જેવા હોય છે કે જે કાં તો જીભ, ગાળમાં, હોઠો પર કે મોઢાની નીચેની તરફ થાય છે. તેમનો દુઃખાવો બહુ મુશ્કેલ હોય છે અને જમતી વખતે કે બ્રશ કરતી વખતે બહુ તકલીફ પડે છે.

1. બૅકિંગ સોડા : બૅકિંગ સોડામાં એલ્કલાઇન ગુણો હોય છે કે જે એસિડને બિનઅસરકારક કરી દે છે, કારણ કે આ એસિડ જ ચાંદાનું મુખ્ય કારણ હોય છે. બૅકિંગ સોડા અદ્ભુત રીતે અસરકારક છે, કારણ કે તે શરીરમાં એસિડને સંતુલિત કરે છે. તે બૅક્ટીરિયાને નષ્ટ કરે છે અને છાલાનો ઉપચાર કરીને સાજા કરે છે. તે બળતરાને ઓછી કરે છે. તે રોગાણુઓ અને બૅક્ટીરિયા દૂર કરી મોઢાનાં આરોગ્યને સારૂ બનાવે છે. 1/2 કપ પાણીમાં 1 ચમચી બૅકિંગ સોડા મેળવી કોગળા કરો. ધ્યાન રહે કે તેને સારી રીતે મેળવો. કોશિશ કરો કે આ મિશ્રણ મોઢાનાં અંદર તમામ બાજુ પ્રસરે અને બાદમાં તેને થૂકી દો. એવું દિવસમાં બે વાર કરો.

2. તુલસીનાં પાન : મોઢાનાં ચાંદાનાં ઉપચાર માટે તુલસીનાં પાનને ચાવવા બહુ ફાયદાકારક હોય છે. તુલસીનાં પાનને ચાવો અને પાણી પી લો. આ ઔષધિય જડી-બૂટી આરોગ્ય સાથે સંબંધિત કોઈ પણ સમસ્યાનાં ઉપચારમાં સહાયક હોય છે. દિવસમાં 3 કે 4 વખત તુલસીનાં પાન ચાવવાથી મોઢામાં વારંવાર થતા ચાંદા રોકી શકાય છે.

3. મધ : મધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. તે ચાંદાઓથી આરામ અપાવવામાં સહાયક છે અને ઘા રૂઝવાની પ્રક્રિયા તીવ્ર કરે છે. મધ ઘાને સાજું કરે છે અને ચાંદાને આગળ વધતા પણ રોકે છે. મધમાં એક ચમચી આંબળા પાવડર મેળવી લગાવો. આ મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવો. ઘા જલ્દી રૂઝે, તેના માટે તેમાં હળદર પણ મેળવો.

4. બટર મિલ્ક : બટર મિલ્ક એક જાદુઈ પદાર્થ છે કે જે ઘા ભરવામાં સહાયક છે. બટર મિલ્કમાં લૅક્ટિક એસિડ હોય છે કે જે થોડુંક એસિડિક હોય છે કે જે ચાંદાથી થનાર દુઃખાવો ઓછો કરે છે.

5. કૅમોમાઇલ : કૅમોમાઇલમાં એંટી-સેપ્ટિક ગુણો હોય છે. માટે તેનો ઉપયોગ મોઢું ધોવા માટે કરી શકાય છે, કારણ કે તે દુઃખાવો ઓછો કરે છે. એક મુટ્ઠી કૅમોમાઇલનાં ફૂલ લો અને તેમને પાણીમાં નાંખો. દિવસમાં બે વખત આ પાણીને માઉથવૉશ તરીકે ઉપયોગમાં લાવો. તે મોઢાનાં ચાંદાનાં ઇલાજમાં બહુ અસરકારક હોય છે.

6. ચા : તરત આરામ મેળવવા માટે ભીની ટી બૅગને ચાંદા ઉપર રાખો. બ્લૅક ટીમાં ટેનિન હોય છે કે જે દુઃખાવામાંથી આરામ અપાવે છે.

7. કોથમીરનાં પાન- એક મુટ્ઠી કોથમીરનાં પાન લો અને તેમને સારી રીતે વાટી લો. તેને વાટ્યા બાદ તેના રસને ચાંદા પર લગાવો. જામફળનાં પાનને વાટીને તેનાં જ્યૂસને ચાંદા પર લગાવી શકાય છે. તેનાથી ચાંદામાંથી તરત આરામ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *