Captain MS Dhoni: IPL 2025માં હવે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી કરશે. કોણીમાં ફ્રેક્ચરના કારણે ઋતુરાજ ગાયકવાડ IPL 2025 (Captain MS Dhoni) ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આવતીકાલે કોલકાતા નાઇટ રાઈડર્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સની મેચ રમાવવાની છે, જે પહેલા ટીમના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.
IPL 2025માં હવે એકેય મેચ નહીં રમી ઋતુરાજ
30મી માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે તે બાદ તેણે બે મેચોમાં આગેવાની કરી. મેડિકલ રિપોર્ટ્સ અનુસાર તેને ફ્રેક્ચર હોવાની પુષ્ટિ થતાં હવે આઇપીએલ 2025માં એકેય મેચ રમી શકશે નહીં.
ઋતુરાજની ઈજા CSK માટે મોટો ઝટકો
ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થતાં ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. આ વર્ષે આઇપીએલમાં CSKનો દેખાવ અત્યંત નબળો રહ્યો છે. શરૂઆતની પાંચમાંથી ચાર મેચોમાં ચેન્નઈ સુપર કિંગ્સે હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં ગાયકવાડની ગેરહાજરીમાં ટીમને ટોપ ઓર્ડરમાં મોટી મુશ્કેલી પડશે. આટલું જ નહીં છેલ્લી ચારમાંથી ત્રણ આઇપીએલ ટૂર્નામેન્ટમાં CSKમાંથી ઋતુરાજ ગાયકવાડે જ સૌથી વધુ રન ફટકાર્યા હતા.
IPLના ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે ધોની, જુઓ કયા કેપ્ટને કેટલી મેચો જીતાડી
ધોની: 226 મેચ, 133 જીત
રોહિત શર્મા: 158 મેચ, 87 જીત
વિરાટ કોહલી: 143 મેચ, 66 જીત
ગૌતમ ગંભીર: 129 મેચ, 71 જીત
ડેવિડ વોર્નર: 83 મેચ, 40 જીત
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App