ગુજરાતના આ 2 શહેરમાંથી કોરોના વાયરસના 5 કેસ સામે આવ્યા, સ્વાસ્થ્ય તંત્ર દોડતું થયું

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં બીજુ મોત થતા ખળભળાટ મચી ગયો છે બીજું મોત દિલ્હીમાં 69 વર્ષીય વૃદ્ધનું થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આ કોરોના વાયરસે દસ્તક આપી દીધી છે. પાલનપુરમાં 4 અને વડોદરામાં એક કેસ શંકાસ્પદ નોંધાતા સ્વાસ્થ્ય તંત્ર દોડતુ થઈ ગયુ છે. જો કે હજુ આ કેસ શંકાસ્પદ છે. વડોદરામાં કોરોનાનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

પાલનપુરમાં ઓસ્ટ્રેલિયાથી આવેલ 4 યુવક યુવતીઓના શંકાસ્પદ કેસ 

બનાસકાંઠામાં શંકાસ્પદ કોરોના વાયરસના ચાર કેસ હોવાની વાતથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. આ ચાર કેસ ઑસ્ટ્રેલિયાથી આવેલા યુવક યુવતીઓના છે જેમને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુરમાં આવેલ ડીસાની ભણશાલી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ચાર વ્યક્તિમાં 2 યુવતીઓ અને 2 યુવકનો સમાવેશ થાય છે.

વડોદરામાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ

પાલનપુર બાદ વડોદરા 65 વર્ષના વૃદ્વનો કોરોનાવાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અમેરિકા થી વતન વડોદરા જીલ્લા ના કરજણ આવ્યા બાદ તબિયત લથડી હોવાના કારણે સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ માં દાખલ કરવામાં આવ્યા હતા. 11 માર્ચે અમેરિકા થી દિલ્હી અને કરજણ વતન આવ્યા હતા. શરદી, ખાંસી, તાવના લક્ષણ દેખાતા સેમ્પલ લઈ લેબમાં મોકલાયા છે. હાલમાં નમૂના અમદાવાદ ચકાસણી માટે મોકલાયા છે.  હવે પરિણામ આવ્યે જ સાચી અને પાક્કી માહિતી સામે આવશે.

ગુજરાતમાં એલર્ટ

રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી કચેરીઓમાં અને સંસ્થાઓમાં વર્કશોપ અને સેમિનાર ઓફર તારીખ 31મી માર્ચ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં કોરોના વાઇરસના કારણે બે લોકોના મોત બાદ ગુજરાતમાં આ વાઇરસ ન ફેલાય તેની સાવચેતીના રૂપે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને પણ આ સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરૂપે સામુહિક, સામાજિક મેળાવડાઓના નાના-મોટા પ્રસંગો ટાળવા, મોકૂફ રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં શું છે સ્થિતિ

રાજ્યમાં ગઈકાલ સુધી કોરોનાના કુલ 68 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી તમામ 68 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોના વાઇરસના ખતરાને ધ્યાને રાખી છેલ્લા 14 દિવસમાં ચીન, કોરિયા, ઇટાલી, ઇરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *