માવા- તમાકુના વ્યસનીઓ માટે ડોકટરો મેદાનમાં- CM રૂપાણીને કરી રજૂઆત કે ગલ્લા ખોલો કારણ કે…

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં 380 પોઝિટિવ કેસ આવતાની સાથે જ ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 6625એ પહોંચી છે. જો કે, તે પૈકી 2514 કેસ પાછલાં એક જ અઠવાડિયામાં મળ્યા છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકડાઉનને 17 મે સુધી આગળ વધારવામાં આવ્યુ છે. હવે આ મામલે ગુજરાતમાં લોકડાઉનના કારણે લોકો પર તેની અસર પડી રહી છે તે વિશે ગુજરાતના મનોવિજ્ઞાનના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

રાજકોટના મનોવિજ્ઞાનના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો તેમાં લોકડાઉન દરમિયાન 45000 કરતા વધુ લોકોનું કાઉન્સેલિંગ કરી અધ્યાપકોએ તારણ કાઢ્યું છે. આ કાઉન્સિંલિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લોકડાઉનના કારણે ગુજરાતના લોકોની ધીરજ ખૂંટી પડી છે, અધ્યાપકોએ પત્રમાં મુખ્યમંત્રીને અપીલ કરી છે કે, લોકડાઉન સિવાય કોઈ વૈકલ્પિક યોજના બનાવવામાં આવે.

આ પાત્રમાં તેમને જણાવ્યું કે વ્યસની લોકોની મનોસ્થિતિ ખૂબ જ ખરાબ છે. વ્યસન મનોશારીરિક બીમારી છે. તેની સ્વાસ્થ્ય પર અસર પડે છે. પરંતુ વ્યસનની વસ્તુ ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક આવી શકે છે. સરકાર પર લોકોને ભરોસો છે ત્યાં સુધીમાં છૂટછાટ આપવી જરૂરી છે. મોરબીમાં દુખદ ઘટના બની તેવી ઘટના ન બને તે માટે પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. અતિ બંધન છે તેને હળવા બંધન કરવાના આવે તેવા સુચનો પણ મોકલ્યા છે.

આ કાઉન્સેલિંગ કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણ, અમદાવાદના મનોચિકિત્સક ગોપાલ ભાટીયા, હું યોગેશ જોગાસણ, વિદ્યાનગરના મનોવિજ્ઞાનના અધ્યક્ષ સુરેશ મકવાણા, રાજેશ પરમાર, કરસન ચોથાણી, ડો.સુતરીયા અને ડો. મેહુલ વગેરે મનોવૈજ્ઞાનિકોએ ભેગા થઇને મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *