Ambaji Accident: રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંબાજી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અંબાજીથી દર્શન (Ambaji Accident) કરી પરત ફરતાં અકસ્માત સર્જ્યો હતો. ત્રિશુંલિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી. જેમાં બસમાં સવાર 4થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત 25થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
5 લોકોના કમકમાટીભર્યા મોત
અકસ્માત સર્જાતા તાત્કાલિક સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પાલનપુર, દાતા, અંબાજી સહિતની એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી. લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ 5 લોકોના લોકોના મોત થયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોક્લવવામાં આવ્યા
પ્રાપ્તથતી માહિતી અનુસાર મૃતકો અને ઇજાગ્રસ્તો ખેડાના કઠલાલના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. SP, DySP સહિત અંબાજી પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પાસે લક્ઝરી બસને થયેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2024
પ્રત્યક્ષદર્શીએ જણાવી આપવીતી
આ અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે, ડ્રાઇવરે નશો કર્યો હતો અને બેદરકારીથી બસ હંકારતો હતો.આ સાથે જ બસમાં સવાર કઠલાલ ગામના જીતુભાઈએ જણાવ્યું હતું કે, અમે અંબાજીથી સવારે આવી રહ્યા હતા ને અકસ્માત થયો હતો. વળાંકમાં ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો, આમાં ડ્રાઈવરનો જ વાંક હતો. અમે 50થી 52 લોકો સવાર હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App