કન્ટેનર સાથે કાર ધડાકાભેર અથડાતાં પતિ-પત્ની સહિત 3 દીકરીઓના મોત થતા પરિવારનો માળો થયો વેરવિખેર

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ હ્રદય ધ્રુજાવી દે એવી અકસ્માતની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં આવેલ બસ્તીમાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઝડપી ગતિએ જઈ રહેલ કાર અનિયંત્રિત થઈને એનએચ-28 પર એક હોટલ નજીક ઉભા રહેલ કન્ટેનરમાં ઘુસી ગઈ હતી.

ઝડપ એટલી હતી કે, કારના ભુક્કા બોલી ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં પતિ-પત્ની તથા 3 દીકરીઓનાં મોત નીપજ્યા હતા, જ્યારે એક દીકરી સુરક્ષિત છે. કાર ડ્રાઈવરની હાલત ખુબ ગંભીર છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

CM યોગી આદિત્યનાથે મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તો તથા પીડિતોને તમામ મદદ કરવાની વાત જણાવી હતી. આની માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આની સાથે જ મૃતદેહોને ગેસ કટરથી કાપીને બહાર કાઢવામા આવ્યા હતા.

કારમાં ડ્રાઈવર સહિત 7 લોકો સવાર હતા. જેમાં એક પરિવારના 6 લોકો સામેલ હતા. જેમાંથી 13 વર્ષનાં અનમ જ સુરક્ષિત બચી હતી. આ ઘટનામાં અબ્દુલ અઝીઝ, નરગિસ તવસ્સુમ, તિઉરા, સુબા તથા અન્ય એક બાળકીનું મોત નીપજ્યું હતું.

અબ્દુલ અઝીઝ લખનૌના શારદા નગરમાં પત્ની તથા 4 દીકરીઓની સાથે રહેતા હતા. અહીં તેઓ પ્રોપર્ટી ડિલર તરીકે કામ કરી રહ્યા હતા. અબ્દુલનું સાસરી ઝારખંડમાં આવેલ છે. સાસુના અવસાનની જાણ થતા પરિવારજનો ઝારખંડ જવા માટે નીકળ્યા હતા.

શારદાનગરનો અભિષેક કાર ચલાવી રહ્યો હતો. આ ઘટનામાં સુરક્ષિત બચેલી અનમે કહ્યું હતું કે,‘અમે બધા સુતા હતા. અચાનક ધડાકાભેર અવાજ સાથે ટક્કર થઈ હતી. માતા, પિતા તથા અમે બધા ફસાઈ ગયા હતા. મારી આજુબાજુ લોહી જ લોહી દેખાતું હતું. કોઈ કંઈજ બોલી રહ્યું ન હતું. અમને પછી બધાએ બહાર કાઢ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *