પ્રખ્યાત ટીવી શો સાવધાન ઇન્ડિયાની 2 અભિનેત્રીની ચોરીના કેસમાં થઇ ધરપકડ, જાણો કોણ છે આ અભિનેત્રી 

Published on: 1:32 pm, Fri, 18 June 21

ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવા પ્રખ્યાત ટીવી શોમાં કામ કરનારી બે અભિનેત્રીઓની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન થવાને કારણે અને સિરિયલ બંધ થવાને કારણે બંને અભિનેત્રીને પૈસાની અછત સર્જાઈ હતી. તેમનો એક મિત્ર આરે કોલોનીમાં પેઇંગ ગેસ્ટ ચલાવે છે. બંને અભિનેત્રીઓ થોડા દિવસ પહેલા ત્યાં રહેવા માટે ગઈ હતી.

પેઇંગ ગેસ્ટ તરીકે બંને અભિનેત્રીઓ 18 મેના રોજ આરે કોલોનીના રોયલ પામ વિસ્તારમાં આવેલી પોશ બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિના ઘરે ગઈ હતી. ત્યારે બંને અભિનેત્રીઓ લોક અપમાં રહેલા 3 લાખ 28 હજાર રૂપિયા લઈને રફુચક્કર થઇ ગઈ હતી.

પેઇંગ ગેસ્ટના કહ્યા અનુસાર ટીવી એક્ટ્રેસ 25 વર્ષીય સુરભી સુરેન્દ્ર લાલ શ્રીવાસ્તવ અને 19 વર્ષીય મોસિના મુખ્તાર શેખએ તેમના રૂપિયા લઈને રફુચક્કર થયા હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં બંને અભિનેત્રીઓ બહાર જતા જોવા મળી હતી.

જ્યારે પોલીસે બે સીસીટીવી ફૂટેજ ચેક કરતા જેમાં બંને અભિનેત્રીઓ સ્પષ્ટ રીતે નોટોના બંડલ લઈ જતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે બંને અભિનેત્રીએ ગુનો કબુલ કર્યો હતો. આરે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી નૂતન પાવરએ જણાવ્યું હતું કે, લોકપ્રિય ટીવી શો ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા ઉપરાંત, તેમણે ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરેલ 50 હજાર રૂપિયા કબજે કર્યા છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે બંને  અભિનેત્રીને 23 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.