એરલાઇન્સની વધુ એક મોટી બેદરકારી… 35 મુસાફરો સાથે કર્યું એવું કે, જિંદગીમાં ક્યારેય ફ્લાઈટમાં જવાનું નહિ વિચારે

છેલ્લા કેટલાક સમયથી દેશમાં એરલાઇન્સની બેદરકારીઓ સામે આવે છે. આ વાતને ધ્યાનમાં લઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઘણી એરલાઇન કંપનીઓ પર કાર્યવાહી કરી…

છેલ્લા કેટલાક સમયથી દેશમાં એરલાઇન્સની બેદરકારીઓ સામે આવે છે. આ વાતને ધ્યાનમાં લઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઘણી એરલાઇન કંપનીઓ પર કાર્યવાહી કરી છે. તેમ છતાં આવા કિસ્સાઓ અટકવાને બદલે વધી રહ્યા છે. આજે એક એવોજ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો અમૃતસર (Amritsar) એરપોર્ટ પરથી સામે આવ્યો છે.

અમૃતસર એરપોર્ટ પર 35 મુસાફરોને લીધા વગર નિર્ધારિત સમય પહેલા જ પ્લેન ટેકઓફ થયું હતું. જયારે મુસાફરોને વાતની જાણ થઇ ત્યારે તેમણે એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. આ અંગે એરલાઈન્સનું સ્પષ્ટીકરણ પણ સામે આવ્યું છે. સ્પષ્ટીકરણ કરતા કહ્યું કે, યાત્રીઓને મેઈલ દ્વારા સમય બદલવાની જાણ કરી દીધી હતી.

અમૃતસરથી સિંગાપુર જતી સ્કૂટ એરલાઇન કંપનીની ફ્લાઇટનો ટીમે સાંજે 7.55 વાગ્યાનો હતો. પરંતુ ફ્લાઇટ પાંચ કલાક પહેલા એટલે કે 3 વાગ્યે ઉપડી ગઈ હતી. તેથી 35 મુસાફરો એરપોર્ટ પર જ રહી ગયા હતા. ત્યાર બાદ આ મુસાફરોએ ખુબજ હોબાળો મચાવ્યો હતો.

ત્યાર બાદ એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું કે ફ્લાઈટના રિશેડ્યુલને લઈને તમામ મુસાફરોને ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવી છે. ઘણા મુસાફરો ઈ-મેલ વાંચીને સમયસર એરપોટ પર પહોચી ગયા હતા અને તેથી વિમાને ઉડાન ભરી હતી.

આવીજ એક ઘટના 10 જાન્યુઆરીએ બની હતી. આ ઘટના બેંગ્લોર થી દિલ્હી જઈ રહેલી GoFirst ફ્લાઈટ G8116 ની છે. ગો ફર્સ્ટની ફ્લાઈટ 50 થી વધુ મુસાફરોને છોડીને ઉડાન ભરી હતી. જ્યારે ફ્લાઈટે જયારે ઉડાન ભરી ત્યારે આ મુસાફરો રનવે પર બસમાં ચઢી રહ્યા હતા. પણ ફ્લાઇટે તેમને છોડીને ઉડાન ભરી લીધી હતી. આ બેદરકારી અંગે, DGCAએ GoFirst પાસે સ્પષ્ટતા માંગી ત્યારે જવાબ આપવા માટે COOને બે અઠવાડિયાનો સમય આપ્યો છે.

DGCAએ GoFirstને એક નોટિસ મોકલી હતી અને ત્યાર બાદ GoFirstએ માફી માંગી પણ હતી. GoFirst એ નિવેદન આપતા માફી માંગી છે, બેંગ્લોરથી દિલ્હીની ફ્લાઈટ સમાધાનમાં અજાણતા નિરીક્ષણને કારણે મુસાફરોને થયેલી અસુવિધા માટે દિલથી માફી માંગીએ છીએ. ત્યાર બાદ મુસાફરોને વૈકલ્પિક એરલાઇન્સ પર દિલ્હી અને અન્ય સ્થળોએ બેસાડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *