શિરડી સાંઈ બાબાના દર્શને પહોચી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર Raveena Tandon, હાથ જોડી કરી આ પ્રાથના

90ના દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેમની પુત્રી રાશાએ તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ…

90ના દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેમની પુત્રી રાશાએ તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. તેની ફેરવેલ પાર્ટીમાં અભિનેત્રી ભાવુક થઈ ગઈ હતી. હવે રવિના ભગવાનનો આભાર માનવા શિરડીના સાંઈ બાબા મંદિર પહોંચી છે.

તમને જણાવી દયે કે રવિના સાંઈ બાબાની ભક્ત છે અને ઘણી વખત શુભ પ્રસંગોએ શિરડી જઈને પૂજા કરે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રવિના ટંડને શિરડી દર્શનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘આજ દર્શન… ઓમ સાંઈ રામ. આભાર.’ તેની પોસ્ટ પર ઘણા ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.

રવિના ટંડને તાજેતરમાં તેના ફાર્મહાઉસ ગઈ હતી, તેની કેટલીક ઝલક પણ રવિનાએ ચાહકો સાથે શેર કરી હતી. તેના ફાર્મહાઉસમાં ઘણાં બધાં ફૂલ ખીલ્યાં છે અને તેણે ઘણી બધી શાકભાજી પણ ઉગાડી છે.

રવિનાએ હાલમાં જ પુત્રી રાશા અને પતિ અનિલ થડાની સાથેના ફોટા શેર કર્યા છે. આ પોસ્ટમાં તેણે કહ્યું કે જ્યારે માતા-પિતા પોતાના બાળકોને મોટા થતા જુએ છે તો આ ક્ષણ ખૂબ જ ભાવુક હોય છે. તેણે એ પણ જણાવ્યું કે કરણ જોહરનો પપ્પા વાળો અવતારમાં જોવાની તેને મજા આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *