રાજકોટ(ગુજરાત): રાજકોટ જિલ્લામાં કાલે સ્વતંત્રતા દિવસે બે અકસ્માત બન્યા છે. પહેલા અકસ્માતમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર રાત્રી દરમિયાન સરધાર ગામ નજીક યાત્રાળુઓની એક બસ પલ્ટી જતા હાઇવે મુસાફરોના લોહીથી ફરી વળ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, 40 યાત્રાળુને ચપેટમાં લીધા હતા. બીજો બનાવ ગોંડલમાં બન્યો હતો. ગોંડલમાં એક એસટી બસ બ્રિજ સાથે અથડાતા 4થી 5 મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પ્રથમ બનાવ કઈક એમ કે, રણુજા, દ્વારકા અને સોમનાથની 3 દિવસની યાત્રાએ 55 યાત્રાળુઓ સાથે એક બસ નીકળી હતી. જયારે બસ રાજકોટ તાલુકાના સરધાર ગામ પાસે પહોંચી ત્યારે 55 યાત્રાળુ ભરેલી બસ પલ્ટી જતા યાત્રાળુઓના જીવ જોખમમાં મુકાયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત તમામ યાત્રાળુને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બીજો બનાવ ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે એક એસટી બસ અંડરબ્રિજની દીવાલ સાથે ટકરાઈને ડિવાઇડરમાં ઘુસી ગઈ હતી. બસ પર સવાર 4થી 5 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.