‘ફ્રી પેટ્રોલ’ મેળવવા માટે ભાજપના જ કાર્યકર્તાઓ અંદરો અંદર બાખડી પડ્યા- પોલીસ આવતા જ થઇ જોવા જેવી

ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં ત્રિરંગા યાત્રામા ભીડને એકઠી કરવા માટે બાઈક વાળાઓને મફતમાં એક લિટર પેટ્રોલનું વિતરણ કરવું મોંઘુ સાબિત થયું હતું. પેટ્રોલ મેળવવા માટે થયેલી નાસભાગને કારણે સ્થિતિ બેકાબૂ બની હતી. લોકોને કાબૂમાં લેવા માટે પોલીસે લાકડીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો. લાઠીચાર્જ અને નાસભાગને કારણે સ્વતંત્રતા દિવસ પર ધ્વજ પણ લોકોના પગ નીચે આવી ગયા હતા. જોકે મોટી દુર્ઘટના ટળી હતી. દિવસેને દિવસે વધી રહેલા પેટ્રોલના ભાવને જોઈ ભાજપના કાર્યકર્તાઓ પેટ્રોલની બોટલ લેવા માટે તૂટી પડ્યા હતા.

ચાયલ વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય સંજય ગુપ્તાએ રવિવારે 15 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યે તિરંગા યાત્રા કાઢી હતી. લોકોના જણાવ્યા અનુસાર, ત્રિરંગા યાત્રાની ભીડને એકત્ર કરવા માટે ધારાસભ્ય દ્વારા બાઇકર્સને એક લિટર પેટ્રોલ મફત વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પેટ્રોલની બોટલ મેળવવા માટે ભાજપના કાર્યકર્તાઓ એકબીજા પર પડા પડી કરવા લાગ્યા હતા.

મફત પેટ્રોલ મેળવવાનો જુસ્સો લોકોના માથા પર સવાર હતો અને લોકો પોતાના જીવની પરવાહ કર્યા વગર પેટ્રોલ લેવા તૂટી પડ્યા હતા. ભીડ એટલી બેકાબૂ બની ગઈ હતી કે કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના કિડ્ઝી સ્કૂલ કેમ્પસમાં પોલીસને લાકડીઓનો ઉપયોગ કરવો પડ્યો હતો. કેટલાય લોકો પેટ્રોલની બોટલ મેળવવા હાથાપાઈ કરી રહ્યા હતા.

અગાઉ ભાજપના ધારાસભ્ય સંજય ગુપ્તા દ્વારા પ્રસ્તાવિત આ તિરંગા યાત્રાની તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભરવારી નગરમાં કિડ્ઝી કોલેજ કેમ્પસથી બપોરે 3 વાગ્યે 40 કિમી લાંબી યાત્રા શરૂ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આવે તે માટે પેટ્રોલની બોટલનો સ્ટોક કરવામાં આવ્યો હતો. પેટ્રોલની બોટલ લેવા માટે કાર્યકતાઓ પોતાના જીવને જોખમમાં મુકીને પડાપડી કરી રહ્યા હતા.

ભાજપના ધારાસભ્યએ તિરંગા યાત્રામાં કોઈ કસર છોડી નથી. ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યના મોટા પુત્ર યોગેશ મૌર્ય, જિલ્લા પ્રમુખ અનિતા ત્રિપાઠી સહિત સમગ્ર જિલ્લા એકમ યાત્રાનો ભાગ બન્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા કોવિડ નિયમોનું સરેઆમ ઉલ્લઘન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *