સુરતના વરાછામાં જુગાર રમતા પાંચ રત્નકલાકારો ઝડપાયા- પોલીસે હજારોનો મુદ્દામાલ કબજે કર્યો

આજકાલ સતત વોચ રાખીને પોલીસ દ્વારા જુગાર રમતા જુગારીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરત(Surat)ના વરાછા(Varachha) માં કોહીનુર સોસાયટી(Kohinoor Society)માં જુગાર રમતા 5…

આજકાલ સતત વોચ રાખીને પોલીસ દ્વારા જુગાર રમતા જુગારીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરત(Surat)ના વરાછા(Varachha) માં કોહીનુર સોસાયટી(Kohinoor Society)માં જુગાર રમતા 5 લોકોને  ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ પાંચેય રત્નકલાકારો છે. જયારે પોલીસ દ્વારા તમામ પાસેથી કુલ 71,210 હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન.ગાબાણી અને સર્વેલન્સ સ્ટાફ નાં પો.સ.ઈ. વી.એ. વસાવાની સુચના અને માર્ગદર્શન હેઠળ જુગારના કેસો શોધી કાઢવા તપાસમાં હતા. આ દરમિયાન, અ.હે.કો. સંદીપભાઈ ગોવિંદભાઈઅને રામદેવ દાદુભાને મળેલ બાતમી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કોહીનુર સોસાયટી મકાન નં. 82 સામે જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહેલા 5 જેટલા ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, આરોપીઓ પાસેથી ગંજીપાના નંગ પર તથા દાવ ઉપરના રોકડ રૂપિયા 7,010 અને આરોપીઓના અંગઝડતીના રૂપિયા 64,200 મળીને કુલ 71,210ની મત્તા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અપરાધીઓનાં નામની યાદી: 
કમલભાઈ કાનજીભાઈ કરકર (ઉ.વ. 48, ધંધો- હીરા મજુરી, રહે. ઘર નં. 82, કોહિનૂર સોસાયટી, સવાણી રોડ, વરાછા રોડ, સુરત)
કમલેશભાઈ હંસરાજભાઈ ગજેરા (ઉ.વ. 50, ધંધો- હીરા મજુરી, રહે. ફ્લેટ નં. 307, યમુના પેલેસ મોટા વરાછા, સુરત.)
નિખીલભાઈ સુરેશભાઈ રાવરાણી (ઉ.વ. 34, ધંધો- સલુન, રહે. ફ્લેટ નં. 301, વાત્સલ્યવિલા, વાઈટ સ્ટોન, રેસિડેન્સી, અમરોલી, સુરત.)

દિપકભાઇ ગોરધનભાઈ રાબડીયા (ઉ.વ. 40, ધંધો- હીરા મજુરી, રહે. ઈ/302, રિવરવ્યુ એપાર્ટમેન્ટ, એ.કે.રોડ, વરાછા, સુરત.)
વિજયભાઈ વલ્લભભાઇ ગજેરા (ઉ.વ. 32, ધંધો- હીરા મજુરી, રહે. એફ/204, રીધમ રેસિડેન્સી, ગણેશપુરા પાણીની ટાંકી પાસે, અમરેલી સુરત.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *