નવસારીમાં એક જ પરિવારના પાંચ લોકોની અર્થી ઉઠી, આખેઆખું ટેન્કર કાર પર ઢળી પડતા પાપડ થઇ કાર

નવસારી(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ફરીવાર એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં નવસારી(Navsari)ના કસ્બા ધોળાપીપળા માર્ગ(Kasba Dholapipla Marg) ઉપર એક ફૂલ…

નવસારી(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ફરીવાર એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં નવસારી(Navsari)ના કસ્બા ધોળાપીપળા માર્ગ(Kasba Dholapipla Marg) ઉપર એક ફૂલ સ્પીડમાં જતા કન્ટેનર(Container) સાથે સીએનજી કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે કેન્ટેનર કાર(car) ઉપર પડતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેથી પોલીસે તેમજ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે જઈને આગળની સ્થિતિ સંભાળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી શહેરના ધોળાપીપળા રોડ પર એક સીએનજી કાર પૂરપાટ ઝડપે આવતા કન્ટેનર સાથે અથડાઈ હતી. જેના કારણે કન્ટેનર ઇકો કાર સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારની ટક્કરથી નવસારીના સમરોલી ગામના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ક્રેઈનની મદદ લઈને ઈકો કારમાં ફસાયેલા તમામ પાંચેય મૃતદેહોને બહાર કાઢવામાં આવી હતા.

જાણવા મળ્યું છે કે, ઘટનાના પગલે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત, પોલીસ દ્વારા પાંચેય મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *