તેલંગણા: ગુરુવારે તેલંગણાના જનગાંવ જિલ્લાના પેમબર્થીમાં એક ખેડૂત એક ઉજ્જડ જમીનના લેવલિંગ દરમિયાન સોનાથી ભરેલા વાસણો મળી આવ્યા હતા. લગભગ 5 કિલો સોનાના બેઝ કિંમતી આભૂષણ ખેડૂત નરસિમ્હાને મળી આવ્યા છે. તેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. ત્યારબાદ પ્રશાસનના લોકો ઇમરજન્સીમાં ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ હાથ ધરી છે.
પ્રશાસનના લોકોએ સોનું જપ્ત કરીને નિરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યું છે. એક મહિના પહેલા જ ખેડૂત નરસિમ્હાએ 11 એકર જમીન ખરીદી હતી અને તે તેને લેવલિંગનું કામ શરુ કરી હતી. મળતી માહિતી અનુસાર, આ ખજાનો કાકતીય વંશનો છે. કાકતીય સામ્રાજ્યની રાજધાની વારંગલ હતી. જનગાંવ પૂર્વમા વારંગલનો ભાગ હતું અને હાલમાં જ અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય એક આવોજ બનાવ કાનપુરના મંધનામાં ખોદકામ દરમિયાન પ્રાચીન તિજોરી નિકળવાથી સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય છવાય ગયું હતું. કેટલાક ક્વિન્ટલના વજનવાળી તિજોરીને બુલડોઝરથી તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તેમને સફળતા મળી ન હતી. તિજોરીમાં પ્રાચીન ખજાનો હોવાની તેને જોવા માટે આસપાસના ગામના લોકો એકઠા થઇ ગયા છે. કાનપુર દેહાત રુરા વિસ્તાર પાસે બનીપારા મહારાજ નિવાસી શંકર દયાલ ત્રિપાઠી ઉર્ફે છોટે મુન્નૂ પોતાના જૂના મકાનમાં ખોદકામ કરીને નવું મકાન બનાવી રહ્યો છે. બુધવારની સાંજે મકાન ખોદકામ દરમિયાન ઘણા વર્ષ જૂની તિજોરી મળી આવતા ચર્ચાઓ શરુ થઇ હતી.
તેને એક જગ્યાએથી બે-ત્રણ મજૂર પણ હલાવી શક્યા ન હતા. જેને કારણે તીજોરીને બુલડોઝર દ્રારા બહાર કાઢવામાં આવી હતી. તિજોરી મળવાની માહિતી જ આસપાસના ગામના લોકોની એકઠા થયા અને તિજોરી આશ્ચર્યનો વિષય બની ગયો હતો. ત્યારબાદ મુન્નૂએ બુલડોઝરથી તિજોરી તોડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને તોડવામાં નિષ્ફળ નીવડા હતા. મળતી માહિતી અનુસાર, ત્રણ-ચાર ક્વિન્ટલનું વજન હોવાના કારણે અંદર ખજાનો હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. શંકર દયાલએ જણાવ્યું હતું કે, તેનું મકાન 50 વર્ષ કરવા વધુ જૂનું છે. તો તાલુકા અધિકારી ડેરાપુર લાલ સિંહનું કહેવું છે કે તિજોરી મળવાની જાણકારી મળી છે. આ બાબતે તપાસ કરાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.