VIDEO: સાપુતારામાં સુરતની ખાનગી બસ ખીણમાં ખાબકતા બે બાળકો સહીત 5ના મોત, 45 થી વધુ ઘાયલ

Saputara Accident: ચારધામ યાત્રાએથી પરત ફરતી ખાનગી બસ ખીણમાં ખાબકી છે, આ બસમાં 50થી વધુ યાત્રાળુ સવાર હતા, ડાંગ જિલ્લાના સાપુતારા (Saputara Accident) ઘાટ માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ઉત્તર પ્રદેશની ખાનગી બસ ખીણમાં ખાબકતાં 5 યાત્રાળુઓના મોત નિપજ્યા છે.

યાત્રા પરથી પરત ફરતી વખતે બસને અકસ્માત સર્જાયો છે. જેમાં અનેક ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગ જિલ્લામાં સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. સાપુતારાથી શામગાહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સવારે 4 વાગ્યે ઉત્તર પ્રદેશની ખાનગી પ્રવાસી ટ્રાવેલ્સનો ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બીજા તમામ ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટનાને પગલે પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી બસ નીચે દબાયેલા પ્રવાસીઓને રેસ્ક્યુ કર્યા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

આ અકસ્માત માં મૃત્યુ પામનારની ઓળખ આ પ્રમાણે થઈ છે. મૃતકોમાં રતનલાલ જાટવ (ડ્રાઈવર), ભોલારામ કોસવા, બીજરોની યાદવ (પપ્પુ), ગુડ્ડીબાઇ રાજેશ યાદવ, કૈલાશબાઈ બિરપાલ યાદવ શામેલ છે.

ઝાંસી કી રાની નામની પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસમાં 50થી વધુ મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી 5 મુસાફરોના મોત થયા અન્ય મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં હતા. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના 50 જેટલા પ્રવાસી ભરેલી બસ ઘાટમાં પલટી ગઈ હતી.