Amreli Lightning News: જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે કામ કરી રહેલા 5 સભ્યો ઉપર વીજળી પડતા મોત થયાં હતાં. લાઠી તાલુકાના આંબરડી ગામે વાડી (Amreli Lightning News) વિસ્તારમાં મગફળીના ખેતરમાં કામ કરી રહેલા બાળકથી લઇને મોટી ઉંમરના 5 લોકો ઉપર વીજળી પડી હતી. જેથી 5 ના મોત થતા તેમને 108 મારફતે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, આ લોકો કપાસ વિણવા ગયા હતા અને ત્યાંથી તેઓ આવતા હતા. ત્યારે વીજળી પડી તો પાંચ લોકોના મોત થયા હતા. આ લોકોએ 108માં ફોન કર્યો તો લાઠી સિવિલથી તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી હતી.
આ લોકોના થયા મોત
પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી પંથકમાં આજે બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો. આ દરમિયાન લાઠી તાલુકાના આંબરડી ગામે કપાસ વીણવાનું કામ કરતા ઉપરોક્ત મૃતકો સહિત ૧૩ શ્રમિકો આજે ખેતરે કામ કરીને પરત ઘર તરફ જઈ રહ્યા હતા. સાંજે સાડાચારની આસપાસ આ ખેતમજુરો બાળકો સાથે નદી કાંઠે આવેલા વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આભમાંથી મોત બનીને વિજળી પડતા (1) ભારતીબેન ભાવેશભાઈ સાથળીયા (ઉ.વ.35), (2) શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા (ઉ.18) (3) રૃપાલી દલસુખભાઈ વણોદિયા (ઉ.8), (4) રાધે ભાવેશભાઈ સાંથળીયા (ઉ.5) અને (5) રિધ્ધિ ભાવેશભાઈ સાંથળીયા (ઉ.5) એ ત્રણ માસુમ બાળકો અને બે મહિલાઓ સખત દાઝી જતા સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યા હતા.
આંખો આંજી દે તેવો પ્રકાશનો ચમકારો થયો
વિજળીનો ધડાકો એટલો પ્રચંડ હતો કે ત્યાં હાજર લોકોના કાન બંધ થઈ ગયા હતા, ધાક પડી ગઈ હતી અને પ્રકાશના તેજલીસોડાથી આંખો અંજાઈ ગઈ હતી. વિજળી એટલી ભયાનક હતી કે તેનાથી ત્રણ વ્યક્તિઓની ગભરાહટથી તબિયત લથડતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અને આંખો આંજી દે તેવો પ્રકાશનો ચમકારો થયો હતો.
સમગ્ર પંથકમાં શોકનું મોજુ પ્રસરી ગયું
ખેતરમાં બનેલા આ બનાવ અંગે એક છોકરીએ નદીના પેલે પાર જઈને પરિવારજનોને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા અને 180ની વાનો બોલાવાઈ હતી. આ શ્રમિકોએ જણાવ્યું કે તેઓ મણના ભાવે કપાસ વીણવાના કામ માટે ખેતરે ગયા હતા અને તે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ શરુ થતા ખેડૂતે હવે તમે ઘરે જતા રહો તેમ કહેતા પરત આવી રહ્યા હતા. એક સાથે પાંચ પાંચ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. તાલુકા,જિલ્લાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App