ભારત દેશમાં દરરોજ કોઈને કોઈ જગ્યાએ માર્ગ અકસ્માતમાં ઘણા બધા લોકોના મોત થાઈ છે. રાજસ્થાનમાં અજમેર જિલ્લાના રૂપનગઢ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે 3 વાગ્યે અકસ્માત નો કિસ્સો સામે આવ્યો છે. બુધવારે વહેલી સવારે જયપુરથી આવી રહેલી કારને અજમેર જિલ્લાના રૂપનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જોરદાર ટક્કર મારી હતી. દુર્ઘટનામાં કારમાં સવાર તમામ પાંચ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્ટા મોત નીપજ્યા હતા. ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. SP કુંવર રાષ્ટ્રદીપ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે, કારમાં સવાર મૃતક નાગૌર અને ચૂરૂ જિલ્લાના રહેવાસી હતા. દુર્ઘટનામાં કારમાં સવાર લોકોની ઓળખ સંદીપ પૂનિયા, શૌકીન, સુરેન્દ્ર સિંહ, સંજય શર્મા અને રામચંદ્ર તરીકે થઈ છે. તમામના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં કાર ચાલક પણ સામેલ છે.
પોલીસે તમામ મૃતકોના શવ રૂપનગઢના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મુકાવ્યા છે અને ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે. જોકે, આ દુર્ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર પરિવહનના કાળા બજારની પોલ ખોલી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.