હરિયાણા(Haryana): હરિયાણાના ગુરુગ્રામ(Gurugram) જિલ્લામાં એક સેલેરિયો કાર(Cellario car) એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર બ્રાન્ચ મેનેજર સહિત 5 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દિલ્હી-જયપુર હાઇવે(Delhi-Jaipur Highway) પર એક હોટલ મેનેજરનો જન્મદિવસ મનાવીને પાંચેય જણ રૂમમાં પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. બિલાસપુર(Bilaspur) પોલીસ સ્ટેશન દ્વારા મૃતદેહનો કબજો લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હાંસી હિસારના રહેવાસી ભારત ભૂષણ, ચંદ્રમોહન (25), કૈથલના રહેવાસી સંદીપ (23), પ્રવીણ શર્મા (29), માનેસર IMT સ્થિત સોમ લોજિસ્ટિક કંપનીમાં કામ કરતા આશિષ(24) આ પાંચેય ચંદ્રમોહન ગાઝિયાબાદમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરે છે. તેની બર્થડે પાર્ટીની ઉજવણી કરીને તે ગાઝિયાબાદથી સેલેરિયો કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, દિલ્હી-જયપુર હાઈવે પર બિલાસપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બિનોલા ગામ નજીક એક ઝડપી ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો ભુક્કો બોલી ગયો હતો અને પાંચેય યુવકો તેમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેને કારમાંથી બહાર કાઢવાનો તમામ પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ કટરની મદદથી કારનો ભાગ કાપીને પાંચેયને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા પાંચેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તે જ સમયે આરોપી ટ્રક ચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, આ તમામ લોકો રાજસ્થાન નંબરની સેલેરિયો ગાડીમાં સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૃત્યુ પામેલા લોકોમાં સંદીપના લગ્ન આ મહિને 22 માર્ચે થયા હતા. જ્યારે પ્રવીણ અને ચંદ્રમોહન પહેલેથી જ પરિણીત છે. મૃત્યુ પામેલા આશિષ અને ચંદ્રભૂષણ બંને અપરિણીત હતા. આશિષ કાર ચલાવી રહ્યો હતો. અકસ્માતની માહિતી તેમના પરિવારજનોને આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.