આ નેતાના ડ્રાઈવરે પગારના ચેકમાં દર મહીને એક શૂન્ય લગાવીને કરી લાખોની ઉચાપત

પંજાબના જાલંધરમાં 5.15 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. અહીંના પૂર્વ ધારાસભ્ય અવિનાશ ચંદ્ર કલેરના ડ્રાઇવરે ચાલાકીથી તેમની માતાના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા…

પંજાબના જાલંધરમાં 5.15 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. અહીંના પૂર્વ ધારાસભ્ય અવિનાશ ચંદ્ર કલેરના ડ્રાઇવરે ચાલાકીથી તેમની માતાના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા હતા. આ કિસ્સાનો ખુલાસો અવિનાશ ચંદ્રના માતાના મૃત્યુ બાદ થયો. તેઓ તેમની માતાનું બેન્ક સ્ટેટમેન્ટ જોઈ રહ્યા હતા અને આ સમગ્ર મામલો સામે આવ્યો. હવે તેમણે ડ્રાઇવર સામે કેસ કરીને ફરિયાદ નોધાવી છે.

પૂર્વ ધારાસભ્ય અવિનાશ ચન્દ્રએ પોલીસને જણાવતા કહ્યું કે ગત વર્ષે 27 ઓક્ટોબરે તેમના માતા ભાગદેવીનું નિધન થયું હતું. થોડા દિવસ પહેલા તેઓ તેમની માતાના બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોઇ રહ્યા હતા. તેમાં તેમને જોવા મળ્યું કે તેમના ખાતામાં મે 2019થી સપ્ટેમ્બર 2019 વચ્ચે સાડા પાંચ લાખ રૂપિયા કાઢવામાં આવ્યા હતા જ્યારે તેમની માતાને આટલા બધા રૂપિયાની જરૂર જ પડતી નથી. ચેકબુક ખોલીને જોયું તો રેકોર્ડ વાળા પેજ પર માત્ર 35,000 રૂપિયા ઉપડ્યા હોવાનું વિવરણ હતું. 5 વખત ચેક ક્લીયર કરીને રૂપિયા ઉપાડવામા આવ્યા હતા.

કલેરે આગળ જણાવતા કહ્યું કે તેમના માતા ભાગદેવી ઓછું ભણેલા હતાં. તેમને માત્ર સહી કરતા જ આવડતું હતું. તેમના બધા કામ તેમનો ડ્રાઇવર લખવિંદરસિંહ કરતો હતો. બેંકમાંથી 3 વખત 1-1 લાખ, એક વખત 2 લાખ અને એક ટ્રાન્ઝેક્શનમાં 50,000 રૂપિયા ઉપાડયા હોવાનું જણાવામાં આવી રહ્યું છે.

અવિનાશે આગળ જણાવતા કહ્યું કે આરોપી લખવિંદરે તેમની માતાને બહાર જવાનું કહીને નોકરી મૂકી દીધી હતી. પણ તે બહાર ગયો નથી. લખવિંદરને જ્યારે આટલા બધા રૂપિયાના ઉપાડ વિશે પૂછ્યું તો તેની પાસે તેનો કોઇ જવાબ ન હતો. પોલીસની તપાસમાં માહિતી મળી છે કે લખવિંદરજ ભાગદેવીના પૈસા ઉપાડવા માટે જતો હતો. ભાગદેવી લખવિદરસિહને 10,000 રૂપિયા ઉપાડવાનું કહેતા તો તે ચેક પર તેમની સામે તો તે 10,000 જ લખતો હતો. પરંતુ પછી તે તેમાં એક મીંડું ઉમેરીને એક લાખ ઉપાડી લેતો હતો. ચેકબુકના રેકોર્ડ વાળા પેજ પર 10,000 જ લખતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *