કરજણ નદીમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના 5 સભ્યોનાં ડૂબી જવાથી કરુણ મોત ‘ઓમ શાંતિ’

ભરૂચ(ગુજરાત): તાજેતરમાં નર્મદા(Narmada) જિલ્લાના નાંદોલ(Nandol) તાલુકાના માંડણ(Mandan) ફરવા આવેલા ભરૂચ(Bharuch) જિલ્લાના જૌલવા(Joulava) ગામના એક જ પરિવારના પાંચ સભ્યો કરજણ નદી(Karjan river)માં ડૂબી ગયા છે. ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય નિહાળવા અને નદીમાં ન્હાવા માટે આવે છે. ત્યારે ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યો માંડણ ગામની મુલાકાતે આવ્યા હતા.

આ દરમિયાન, ગરમીથી રાહત મેળવવા તેઓ કરજણ નદીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગતા એક પછી એક પાંચેય સભ્યો ડૂબી ગયા હતા. રાજપીપળા નગરપાલિકા અને નર્મદા પોલીસ દ્વારા એક મૃતદેહ શોધવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે સવારે વડોદરાથી SDRFની ટીમ પહોંચી ગઇ હતી અને અન્ય 4 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના જોલવા ગામના જનકસિહ બલવંતસિંહ પરમાર (ઉ.35), જીગનીશાબેન જનકસિંહ પરમાર(ઉ.32), પૂર્વરાજ જનકસિંહ પરમાર (ઉ.08), વિરપાલસિહ પરબતસિંહ ચૌહાણ (ઉ.વ 27) તથા ખુશીબેન/સંગીતાબેન વિરપાલસિંહ ચૌહાણ(ઉ.વ 24)ના નદીમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી ગઇ હતી અને તમામના મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *