સુરત(Surat): ખેડા(Kheda)ની બ્રેનડેડ વૃદ્ધાનાં અંગોનું પરિવાર દ્વારા દાન કરી 5 વ્યક્તિને નવું જીવન બક્ષ્યું છે. વાત કરવામાં આવે તો કિરણ હોસ્પિટલ(Kiran Hospital)માં બ્રેનડેડ(brain dead) જાહેર કરવામાં આવેલ વૃદ્ધાના અંગોનું કિરણ હોસ્પિટલમાં જ અન્ય દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું છે. જેમાં એક કિડનીનું સુરતના યુવાનમાં, બીજી કિડનીનું બિલીમોરાના આધેડમાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના વૃદ્ધમાં કરવામાં આવ્યું છે તેમજ બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ હવે કરવામાં આવશે.
વાત કરીએ તો, ખેડાના ઠાસરા તાલુકાના કાલસર ગામના ભારતીબેન કનુભાઈ પટેલ (60)ને વારંવાર ચક્કર આવવાને કારણે તેમની પુત્રી મયુરી તેમને બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યા જતા નાના મગજની નસમાં ફુગ્ગો હોવાનું નિદાન થતા પરિવારજનો સુરતની કિરણ હોસ્પિટલમાં 5 ઓક્ટોમ્બર લઈ આવ્યા હતા.
6ઠ્ઠી ઓક્ટોમ્બરએ ડોક્ટરો દ્વારા સર્જરી કરીમે ફુગ્ગો દુર કરવામાં આવ્યો હતો. જો કે, 8મીએ ભારતીબેનને તબીબોએ બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારના સભ્યોને અંગદાન અંગેનું મહત્વ સમજાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પરિવાર તરફથી સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સોટોએ કિડની અને લિવર કિરણ હોસ્પિટલને ફાળવી દીધા હતા. જણાવી દઈએ કે, દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 22 વર્ષીય યુવકમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બિલીમોરાના 53 વર્ષીય આધેડમાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના 61 વર્ષીય વૃદ્ધમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. સાથે જ દાનમાં મેળવવામાં આવેલી આંખોનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.