ગુજરાત(Gujarat): રાજ્યનો ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ કેસ બિલ્કીશ બાનુ(Bilkis Banu) પર સામૂહિક દુષ્કર્મથી માંડીને હત્યાના ગુનામાં સંડોવાયેલા અને સજા ભોગવતા 11 આરોપીઓને 15 મી ઓગસ્ટના રોજ જેલમાંથી છોડવામાં આવ્યા હતા. આ આરોપીઓને છોડી મૂકવા ને કારણે કોંગ્રેસ(Congress) તરફથી ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સરકારના આ નિર્ણય મામલે સમગ્ર દેશમાં હાલ આ કેસ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જો વાત કરવામાં આવે તો આ કેસ મામલે જે કમિટી દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી તેમાં 10 પૈકી 5 સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેલમુક્ત કરવામાં આવેલા 11 આરોપીને છોડવા અંગે નિર્ણય કરનારી જેલ સલાહકાર સમિતિના દસ સભ્યો પૈકી પાંચ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોવાનો ખુલાસો થયો છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ પાંચ ભાજપના અગ્રણીઓ પૈકી બે મહિલા નો પણ સમાવેશ થાય છે. ત્યારે આ બે મહિલા પૈકી એક મહિલા સહિત બે સભ્યો ધારાસભ્ય પણ છે. જે સભ્યો તરીકે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી તેમજ કાલોલના ધારાસભ્ય બેન ચૌહાણનો આ પાંચ અગ્રણીઓમાં સમાવેશ થાય છે.
જ્યારે અન્ય ત્રણ અગ્રણીઓમાં પ્રદેશ ભાજપ એક્ઝિક્યુટિવ કમિટીના આમંત્રિત સભ્ય પવન સોની, ગોધરા તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ સરદારસિંહ પટેલ સાથે જ ગોધરા ભાજપની મહિલા વિંગના ઉપપ્રમુખ વિનીતાબેન લેલે નો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, ગોધરાકાંડમાં ફાટી નીકળેલી કોમી હિંસામાં લીમખેડામાં રહેતી બિલ્કીશ બાનુ પર સામૂહિક દુષ્કર્મ સહિત સાત જણાની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સુપ્રીમ કોર્ટના આદેશથી સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ ગુના સંબંધિત સીબીઆઇ દ્વારા 2004 માં આરપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ચર્ચાસ્પદ કેસમાં cbi ની ખાસ અદાલત દ્વારા 2008માં 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સજા કરવામાં આવેલ આરોપીઓને પહેલા તો મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ આરોપીઓને નાસિક જેલ બાદ કુતરા સબ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.