ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં અકસ્માતોની ભરમાર: ચાર જગ્યાએ અકસ્માત સર્જાતા 5 લોકોના મોત

Gujarat Accident: રાજ્યમાં આજે અલગ-અલગ જગ્યાએ અકસ્માતની (Gujarat Accident) ચાર જેટલી ઘટનાઓ ઘટી હતી. જેમાં અનેક લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ શું છે ઘટના….

સાબરકાંઠામાં અકસ્માત
ઇડરના કડિયાદરામાં નદીના પુલ પર કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રેલીંગ સાથે કાર ટકરાતાં ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર મહેસાણાના વિજાપુરના લાડોલના ત્રણ શખ્સો ઘાયલ થયા હતા. જ્યારે એકનું ઘટનાસ્થળે મોત થતાં 108 મારફતે ચારેયને ઈડરની ખાનગી સિવિલમાં ખસેડાયા હતા. ઈડર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વિજાપુરના લાડોલના ચાર શખ્સો ઈડર-વિજયનગર નેશનલ હાઈવે 58 પરથી વિજયનગરથી ઈડર તરફ જતા હતા. તે દરમિયાના કાર નંબર જીજે. 02.સીપી.1707ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ કડિયાદરામાં નદીના પુલ પર લોખંડની રેલીંગ સાથે કાર ટકરાતાં કારમાં સવાર રવિભાઇ જયંતીભાઇ પટેલ (25)નું મોત થયું હતું.

રાજકોટમાં અકસ્માત
રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી બાયપાસ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે.અકસ્માત બાદ ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને તેને કારણે આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો જોકે આગ લાગતા જ ટ્રક ચાલક નીચે ઉતરી ગયો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. જોકે અકસ્માતમાં બાઈક ચાલક રસિકભાઈ સિંધવ નામના 50 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કરછમાં અકસ્માત
ગાંધીધામ થી કંડલા અને ભચાઉ તરફ જતા હાઇવે પર બેફામ ગતિથી થતા વાહન વ્યવહારને કારણે અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાતા રહે છે તેની વચ્ચે જવાહરનગર પાસે ટ્રેઇલર છકડામાં અથડાતાં છકડામાં સવાર દશનામ ગોસ્વામી સમાજના આશાસ્પદ યુવા અગ્રણીનું મોત નિપજ્યું હોવાની ઘટનામાં ઇજાગ્રસ્ત છકડા ચાલકે જીવલેણ અકસ્માત કરી નાસી ગયેલા ટ્રેઇલર ચાલક સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

અમદાવાદમાં અકસ્માત
અમદાવાદ-બરોડા એક્સ્પ્રેસ હાઇવે પર ગત મોડી રાતે અકસ્માતનો બનાવ બન્યો હતો. પરિવાર ગાડીમાં બરોડાથી અમદાવાદ આવી રહ્યો હતો. ત્યારે કારચાલકે સ્પીડમાં ભગાવી આગળ ચાલી રહેલા આઇસરના પાછળના ભાગે અથડાવી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા, એરબેગ્સ પણ ચીરાઈ ગઈ હતી.