Navsari Purna River News: નવસારીમાં દુઃખદ ઘટના સામે આવી છે. કપડા ધોતી 4 મહિલાઓ પાણીમાં ડૂબી ગઇ હતી. દરમ્યાન એક યુવક મહિલાઓને (Navsari Purna River News) બચાવવા માટે પાણીમાં કુદ્યો હતો. માછીમારોએ ઝાળ નાખીને 3 મહિલાઓને બચાવી લીધી હતી જયારે એક મહિલા અને બચાવવા ગયેલો યુવક ડૂબી ગયો છે. હાલ મહિલાની લાશ મળી આવી છે જયારે યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
પાણીમાં ડૂબી જતા એક મહિલાનું મોત થયું
મળતી માહિતી મુજબ નવસારીના ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર કપડા ધોઈ રહેલી 4 મહિલાઓ પાણીમાં ડૂબી ગઇ હતી, મહિલાને ડૂબતા જોઈ સ્થાનિક યુવક બચાવવા માટે પાણીમાં કુદ્યો હતો જો કે બચાવવા માટે પડેલો યુવક પણ પાણીમાં ડૂબી ગયો હતો.
બીજી તરફ નદી પસાર કરી રહેલા માછીમારે ઝાળ નાખીને 3 મહિલાઓને બચાવી લીધી હતી જયારે એક મહિલાના મૃતદેહને નવસારી ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે જયારે બચવવા ઉતરેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
યુવક ગુમ થતા ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી
મૃતક મહિલા અને પાણીમાં ગુમ યુવક દિયર-ભાભી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનો બચાવ થયો છે, એક મહિલાનું મોત થયું છે અને એક યુવક હજુ ગુમ છે. ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ છે.
નદી પાસેથી પસાર થઈ રહેલા માછીમારોએ તાત્કાલિક જાળ નાખી ત્રણ મહિલાઓનો જીવ બચાવ્યો. એક મહિલાનું મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App