Surat Organ Donation: કલમી ફળીયુ, ગામ ચંદવાણા, દાહોદના રહેવાસી અને હાલમાં જૂના કવાસ, શિવ મંદિર પાસે, ઇચ્છાપોર, સુરત ખાતે તેના પરિવાર સાથે રહેતો અને ક્રીભકો ટાઉનશિપમાં (Surat Organ Donation) માળી તરીકે કાર્ય કરતો વિજય હિમરાજ ભાભોર ઉ.વ 31, તા. 17 જાન્યુઆરીના રોજ સાંજે 5:15 કલાકે તેની પત્ની શારદા સાથે સાઇકલ પર તેના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ઇચ્છાપોર પોલીસ ચોકી અને કવાસ ગેટની વચ્ચે બકરી સાયકલ સાથે અથડાતાં વિજય અને તેની પત્ની સાયકલ પરથી નીચે પડી ગયા હતા. જ્યાં વિજયને માથાના ભાગમાં ઇજાઓ થઈ હતી અને કાનમાંથી લોહી નીકળતું હતું.
108 એમ્બ્યુલન્સ મારફત તેને ન્યુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ યુનિટ-5ના વડા ડૉ. મિતેષ ત્રિવેદીની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે CT સ્કૅન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડે ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો.
પરિવારને અંગદાન વિશે માહિતગાર કર્યા
વિજય ભાભોરને બ્રાન્ડેડ ડોક્ટર દ્વારા સત્તાવાર રીતે જાહેર કર્યા બાદ ડૉ. રુચિન પારેખે ડોનેટ લાઈફનો ટેલીફોનીક સંપર્ક કરી વિજયના બ્રેઈન ડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સર્જરી વિભાગના વડા ડૉ. અર્ચના નેમા સાથે રહી વિજયની પત્ની શારદા, પિતા હિમરાજભાઈ, માતા કાંતાબેન, ભાઈ સંજય, સાળા દિનેશ, સાઢુભાઈ છત્રસિંહ, મિત્ર રાકેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
‘જે અંગની ઉપયોગીતા જણાય તે લઈ શકો છો’
વિજયની પત્ની અને માતા-પિતાએ જણાવ્યું કે, અમે મજૂરી કામ કરીને અમારા પરિવારનો જીવન નિર્વાહ કરીયે છીએ. જીવનમાં કોઈ ચીજવસ્તુનું દાન અમે કરી શકીએ તેમ નથી. અમારું સ્વજન બ્રેઈન ડેડ છે, શરીર તો રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા પતિ/પુત્રના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. વિજયના પરિવારમાં પિતા હિમરાજભાઈ ઉ.વ.૫૫ ખેત મજુર છે, માતા કાંતાબેન ઉ.વ. 50, પત્ની શારદા ઉ.વ. 31 તેના પતિ વિજયની સાથે ક્રીભકો ટાઉનશિપમાં માળી કામ કરે છે, પુત્ર દિવ્યેશ ઉ.વ. 14 ઓલપાડ, દામકામાં આવેલા સંજીવની સ્કૂલમાં ધોરણ- 9માં અભ્યાસ કરે છે.
અંગોને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન સ્મીમેર હોસ્પિટલના આંખ વિભાગે સ્વીકાર્યું. કિડની અને લિવર રોડ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સ્મીમેર હોસ્પિટલથી કામરેજ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્ત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 129 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App