વર્ષ 2020માં, રોગપ્રતિકારક શક્તિ શબ્દ ઇન્ટરનેટ પર સૌથી વધુ જોવા મળ્યો હતો. કોરોના વાયરસથી ડરતા લોકો તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર બન્યા, અને પ્રતિરક્ષા સુધારવા માટે વિવિધ પ્રકારનાં ઉપાયો અપનાવવા લાગ્યા. લોકોએ તમામ ફળો અને શાકભાજીમાં વિશ્વાસ દર્શાવવાનું શરૂ કર્યું. નિષ્ણાતોએ એવો દાવો પણ કર્યો હતો કે, વિટામિન C રોગપ્રતિકારક શક્તિમાં સુધારવામાં અસરકારક છે.
શું તમે જાણો છો કે, વિટામિન-Cનું વધારે પ્રમાણમાં સેવન આપણા સ્વાસ્થ્ય માટે પણ જોખમી હોઈ શકે છે. વિટામિન-C એ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે, વધારે માત્રામાં વિટામિન-C લેવાની આડઅસરો શું છે અને તેને કેટલી માત્રામાં લેવી યોગ્ય છે.
ઉલટી-ઝાડા:
નિષ્ણાતો કહે છે કે, વિટામિન-Cના વધુ પડતા સેવનને કારણે ઝાડાની તકલીફ થતી હોય છે. તમારું પેટ ખરાબ થઈ શકે છે. ઉલટી અને ઝાડા વધી શકે છે. જો આ સમસ્યાઓ વધે તો બોડી ડિહાઇડ્રેટ પણ થઈ શકે છે.
હાર્ટબર્ન:
હાર્ટબર્નની સમસ્યા પણ વિટામિન-Cની આડઅસરોમાં સામેલ છે. આ સ્થિતિમાં, છાતીના નીચલા અને ઉપલા ભાગોમાં બળતરા થાય છે. ગળામાં બળતરા થવાની સમસ્યામાં વધારો થઈ શકે છે. તેની દવાઓ લેતા પહેલા, એકવાર ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
ઉબકા:
વિટામિન Cનું વધુ પડતું સેવનથી તમને ઉબકા થઈ શકે છે. ફળોથી આવી સમસ્યાઓ થવાની સંભાવના ઓછી રહે છે, તેથી બજારમાં વિટામિન-Cની દવાઓ ઓછી માત્રામાં લો.
પેટમાં ખેંચાણ:
વધારે માત્રામાં વિટામિન-C લેવાથી પેટમાં ખેંચાણ અથવા દુઃખાવો પણ થઈ શકે છે. તેથી વિટામિન-C ઉત્પાદનોનો મોટી માત્રામાં ઉપયોગ કરવાનું ટાળો.
અનિદ્રા અથવા માથાનો દુખાવો:
વિટામિન Cના વધુ પડતા સેવનથી અનિદ્રા અને માથાનો દુખાવો પણ થઈ શકે છે. રાત્રે સૂતી વખતે બેચેની વધી શકે છે. તેથી રાત્રે સૂતા પહેલા આવી વસ્તુઓ ખાવી જોઈએ નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle