ભારતના એવા 5 મંદિર જે રાતો રાત બનીને તૈયાર થઈ ગયા હતા, જાણો તેનું ખૌફનાક રહસ્ય

Mystery of Temple: આપણા ભારત દેશમાં તમને ઘણા મંદિરો જોવા મળશે જે કોઈ ચમત્કારથી ઓછા નથી લાગતા. એવામાં ઘણા તો એવા મંદિર (Mystery of Temple) છે જે હજારો વર્ષ જૂના છે અને દરેક મંદિરના નિર્માણ સાથે જોડાયેલી એક અલગ જ કથા છે. આજે અમે તમને એવું જ કંઈક જણાવવાના છીએ જેમનું નિર્માણ એક જ રાતમાં થઈ ગયું હોય. આવો જાણીએ તે મંદિરો વિશે.

ગોવિંદ દેવજી મંદિરનું રહસ્ય
આ મંદિર ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલું છે અને સ્થાનિક લોકોનું માનવું છે કે તેને રાતોરાત બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકોનું માનવું છે કે આ સંરચના ભગવાન વિષ્ણુના સન્માનમાં દેવતાઓ અને રાક્ષસો બંને દ્વારા ભેગા થઈને બનાવી હતી. એવું કહેવામાં આવે છે કે મંદિરને એટલા માટે અધૂરું છોડી દેવામાં આવ્યું હતું કારણ કે તેઓ સૂર્યોદય પહેલા પૂરું ન કરી શક્યા હતા.

દેવઘર મંદિરનું રહસ્ય
માનવામાં આવે છે કે ઝારખંડમાં દેવઘર મંદિરને ભગવાન વિશ્વકર્માએ બનાવ્યું હતું, આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. એક સમયે રાવણ ભગવાન શિવને પોતાની સાથે શિવલિંગના રૂપે લંકા લઈ જવા માટે હઠ પર ઉતરી આવ્યો હતો. ભગવાન શંકર સહમત થઈ ગયા પરંતુ ફક્ત એક શરત પર કે આ લિંગ જમીનને સ્પર્શ થવું ન જોઈએ. રાવણ સાથે ચાલાકી કરવામાં આવી અને શિવલિંગ જમીનને સ્પર્શ થઈ ગયું. જ્યાં આ શિવલિંગ જમીને સ્પર્શ થયું ત્યાંથી તેને હલાવવું મુશ્કેલ થઈ ગયું. એટલા માટે ભગવાન વિશ્વકર્માએ અહીંયા રાતોરાત એક મંદિર બનાવવું પડ્યું હતું.

કાકણમઠનું રહસ્ય
મધ્યપ્રદેશના મુરેનાના વચોવચ બનેલું આ પ્રસિદ્ધ મંદિરના નિર્માણ પાછળ એક કથા છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ શીવ ભક્તો અને ભૂતો દ્વારા રાતોરાત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ મંદિર સિમેન્ટના ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવ્યું હતું.

હથિયા દેવલી નું રહસ્ય
ઉતરાખંડમાં શિવ ભગવાનનું એક મંદિર છે. જેને હથિયા દેવલ નામથી ઓળખાવામાં આવે છે. આ મંદિર બનાવવા વિશે માન્યતા છે કે એક હાથવાળા શિલ્પકારે એક જ રાતમાં આ મંદિરને બનાવી દીધું હતું. કહેવામાં આવે છે કે અંધારું હોવાને કારણે આ શિવલિંગનો આધાર ઉલટી દિશામાં બની ગયો હતો. આજ કારણોસર આ શિવલિંગની પૂજા થતી નથી.

ભોજેશ્વર મંદિરનું રહસ્ય
સ્થાનિક લોકોની માન્યતા છે કે વનવાસ દરમિયાન પાંડવોના સપનામાં ભગવાન શિવે દર્શન આપ્યા હતા. સવારે તેમણે પોતાની માતા સાથે આ વિશે વાત કરી જેથી તેણે પાંડવોને એક મંદિર બનાવવાની સલાહ આપી જ્યાં તેમણે સપનું જોયું હતું. એટલા માટે જ ભોજેશ્વર મંદિરનું નિર્માણ એક જ રાતમાં પૂરું થઈ ગયું હતું.