સવાલ: હું પંચાવન વર્ષનો પરિણીત પુરુષ છું. છેલ્લાં ત્રણ વર્ષથી મારી કામેચ્છા ખૂબ જ ઘટી ગઈ છે. અગાઉ મારું કામજીવન અત્યંત સંતોષજનક હતું અને હું લગભગ દરરોજ મારી પત્ની સાથે સંભોગ કરતો હતો. હવે મને ઈચ્છા નથી થતી. ક્યારેક હું સંભોગ કરું છું ત્યારે વીર્યપાત થવા છતાં મને પરાકાષ્ઠાનો અનુભવ નથી થતો. હું ખૂબ જ હતાશ થઈ ગયો છું. આમાંથી છૂટકારો મેળવવા મારે શું કરવું જોઈએ?
જવાબ: વૃષણમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન થાય છે અને લીવરમાં એમાંના પોષક દ્રવ્યોમાં થોડાઘણા ફેરફારો થાય છે. આથી વૃષણ અથવા લીવરમાં ખલેલ પાડનારી કોઈપણ પરિસ્થિતિ ટેસ્ટોસ્ટેરોેનનું પ્રમાણ ઘટાડે છે અને પરિણામે તમારી કામેચ્છા ઘટે છે. તમારે ઈન્દ્રિયોની કોઈપણ સમસ્યામાંથી છૂટકારો મેળવવા નીચેનાં પરીક્ષણો કરાવવાં જોઈએ :
૧. સીરમ (લોહી ગંઠાય ત્યારે છૂટું પડતું પ્રવાહી) ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ. ૨ એલ. એચ. ટેસ્ટ ૩. લીવરની કામગીરીની સંપૂર્ણ ટેસ્ટ. ૪ લાંબા વખતથી લીવરને થયેલી ઉગ્ર પ્રકારની ઈજાની તપાસ અને પ્રોથ્રોમ્બાઈન ટેસ્ટ. આ પરીક્ષણોનાં પરિણામો તમારામાં ઈન્દ્રિયને લગતી કોઈક સમસ્યાથી હતાશા જન્મી છે કે હતાશાને કારણે ઈન્દ્રિયને લગતી સમસ્યા લાગુ પડી છે એ નક્કી કરવામાં મદદરૂપ બનશે.
સવાલ: મારે નવ મહિનાનો પુત્ર છે. સુવાવડ પછી મારું માસિક અનિયમિત થઈ ગયું છે. આ કારણે મને ઘણી ચિંતા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ પણ કરાવી જેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. થાઈરોઈડ પણ નોર્મલ છે. તોે મને શું તકલીફ હશે?
જવાબ: સુવાવડ પછી અનિયમિત માસિક સામાન્ય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી. ધીરે ધીરે માસિક નિયમિત થઈ જાય છે. આ પછી પણ માસિક નિયમિત થાય નહીં તોે કેટલીક તબીબી ટેસ્ટ કરાવવી જરૂર છે. આથી તમારે તમારી આ સમસ્યા દૂર કરવા માટે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો.
સવાલ: હું ૪૮ વરસની પરિણેતા છું. છેલ્લા કેટલાક સમયથી સહવાસ દરમિયાન મને ઘણી પીડા થાય છે. લુબ્રિકેશનનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થતો નથી. આથી હું સહવાસથી દૂર રહું છું. જેને કારણે મારા પતિ મારા પર ગુસ્સે થાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ: તમારા પત્ર પરથી લાગે છે કે તમે રજો નિવૃત્તિ (મેનોપોઝ) કાળમાં પ્રવેશ્યા છો. આ દરમિયાન શરીરમાં હોર્મોન્સની ઉણપ થાય છે જેને કારણે યોનિ:શુષ્ક થાય છે. આમ વોટર બેઝ્ડ જેલી ઉપયોગી સાબિત થઈ શકે છે. આના ઉપયોગથી રાહત મળે નહીં તો કોઈ ગાયનેકોલોજીસ્ટનીચ સલાહ લો. પેડૂના સંક્રમણને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. જરૂર પડે તો ડોક્ટર હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરપીની સલાહ પણ આપે છે.
સવાલ: હું ૨૮ વરસનો છું. મને તમાકુ ખાવાની આદત છે. સહવાસ દરમિયાન હું જલદી થાકી જાઉં છું. શું આ પાછળ તમાકુનું સેવન જવાબદાર હશે? શું ભવિષ્યમાં પિતા બનવા માટે આ બાધારૂપ બની શકે છે? મારી પત્ની આ કારણે સતત ચિંતામાં રહે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ: તમાકુનું સેવન એ સારી આદત નથી વધુ પ્રમાણમાં તમાકુનું સેવન કરવામાં આવે તો શુક્રાણુ પર તેની અસર પડી શકે છે. શુક્રાણુની એનેલિસિસ નોર્મલ છો તો પિતા બનવામાં મુશ્કેલી નડતી નથી. પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય માટે આ આદત પર લગામ તાણવી પડશે આરોગ્ય માટે તમાકુનું સેવન કેટલું હાનિકારક છે એ તમે સમજતા હશો આથી એ જણાવવાની જરૂર લાગતી નથી.
સવાલ: હું ૨૩ વર્ષનો છું. મને શીધ્રપતનની સમસ્યા છે. એલોપેથિક ઈલાજ કરાવ્યો પણ કોઈ ફાયદો થયો નથી. મને સ્વપ્નદોષની પણ તકલીફ છે. મહિનામાં દસ-બાર વાર થાય છે. કોઈ યુવતી વિશે વિચાર કરતા જ સ્ખલન થઈ જાય છે. યોગ્ય સલાહ આપશો.
જવાબ: તમે જે લક્ષણો લખ્યા છે એ અસામાન્ય નથી. ૨૩ વર્ષની ઉંમરે સેક્સ્યુઅલ એક્ટિવ હોવું એ સામાન્ય છે. આ વિકાસની એક નિશાની છે. સંભોગ કે હસ્તમૈથુનના અભાવે આ સમસ્યા ઉદ્ભવે છે. આમા ચિંતા કરવાની જરૂર નથી. તમારી કામેચ્છા તમે હસ્તમૈથુનથી સંતોષી શકો છો.
સવાલ: મારી ઉંમર ૧૮ વર્ષની છે. મારા પ્રેમની ઉંમર ૨૨ વર્ષ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. એકબીજા વગર રહી શકતા નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી, પરંતુ અમે હોટેલના રૂમમાં જઈએ છીએ ત્યારે મારી યોનિમાંથી સફેદ ચીકણું પ્રવાહી નીકળે છે. આમ કેમ થતું હશે? તે જણાવવા વિનંતી.
તમારી ઉંમર નાદાન છે. નાદાન ઉંમરમાં વિજાતિય સંબંધ બાંધતા ખૂબ જ વિચાર કરવો જોઈએ. હોટલના રૂમના એકાંતમાં ઘણીવાર ન બનવાનું બની જાય છે. આથી સાવચેત રહો. સૌ પ્રથમ તો તમારે સેક્સ અંગેની જાણકારી મેળવવાની જરૂર છે. સેક્સની અજ્ઞાાનતાને કારણે કોઈક વખત કોઈ વ્યક્તિ તમારી લાચારીનો લાભ લઈ શકે છે. જેને કારણે પાછળથી પસ્તાવાનો વારો આવે છે.
કોઈ સારા ડૉકટર કે ઘરની કોઈ વડીલ સ્ત્રી પાસે સેક્સ અંગેની જાણકારી મેળવો. આ માટે બજારમાં મળતા બકવાસ પુસ્તકોનો આશરો લેવો નહીં. બીજું યોનિમાંથી નીકળતું સફેદ પ્રવાહી સામાન્ય છે. વિજાતિય આકર્ષણને કારણે શરીરમાં થતા હોર્મોનલ ફેરફારને કારણે આમ થઈ શકે છે. આમ છતાં પણ કોઈ ડૉક્ટરને બતાવી શંકાનું સમાધાન કરી લો.