ગુજરાત(Gujarat): તાલાલા તાલુકા ભાજપ(BJP)ના આગેવાન અને ઉનાના બુટલેગરની ધરપકડ કરી અમદાવાદ અને ભુજ જેલમાં મોકલી દેવાયા છે. ચાર મહિના પહેલા ધાવા ગીર(Dhava gir) ગામે આગેવાન અરવિંદ પટેલના ફાર્મ હાઉસમાંથી પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપ્યો(Caught alcohol) હતો. એલસીબીએ જિલ્લા કલેક્ટરે મંજૂર કરેલા પાસા વોરંટની બજવણી કરી બંનેની ધરપકડ કરી હતી. આ પાસા હેઠળ અગ્રણીને જેલમાં ધકેલી દેવાતા પંથક સહિત જીલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામમાં અરવિંદ બાબુભાઈ રામોલિયા (ઉ.વ 42 રે.જસાધાર ગીરવાળા) વાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને કારણે તે સમયે અરવિંદ રામોલીયા તથા ઉનાના રસિક જીણાભાઇ બાંભણિયા (ઉ.વ.33) સામે પોલીસ દ્વારા ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી પકડવામાં આવેલ બંન્ને આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતાને લઈ ગીર સોમનાથ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટે સમક્ષ મોકલવામાં આવી હતી જેને મંજુર કરવામાં આવી હતી અને ત્યારબાદ પાસાનું વોરંટ ઇસ્યુ થયેલ હતું.
જેના કારણે એલસીબી PI વી.યુ.સોલંકી, પીએસઆઇ કે.જે.ચૌહાણની સુચનાથી સ્ટાફના નરેન્દ્ર કછોટ, રામદેવસિંહ, મેરામણ શામળા સહિતનાએ પાસાના વોરંટની બજવણી કરી બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અરવિંદ રામોલિયાને અમદાવાદની સાબરમતી જેલ તથા રસિક બાંભણિયાને ભુજની જેલમાં ધકેલી દેવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાસા હેઠળ રાજકીય અગ્રણીની અટકાયત કરવામાં આવી અને જેલહવાલે કરવાની કાર્યવાહીથી તાલાલા વિસ્તાર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
તાલાલા તાલુકા ભાજપના અગ્રણી અરવિંદ પટેલના ધાવા ગીર ખાતેના કેસર કેરીના ફાર્મમાંથી ગયા નવેમ્બર મહિનામાં વિદેશી દારૂની 4980 બોટલ તથા બીયરના ટીન 216 સાથે કુલ 8 લાખ રૂપિયાથી પણ વધારાની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી થોડા દિવસ અગાઉ જ ભાજપના અગ્રણી જેલમાંથી બહાર આવ્યા પછી ફરી પાસામાં સાબરમતી જેલમાં ધકેલાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.