ગુજરાતમાં તો ચોમાસું જામ્યું! હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી- ‘આ વિસ્તારમાં ખાબકશે ભારે વરસાદ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે અને કેટલાય વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી…

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે અને કેટલાય વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી(Rainfall forecast) કરતા કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે જયારે કેટલાંક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે તારીખ 21 અને 22 જૂનના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 22 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ તો હવામાન વિભાગ દ્વારા માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવા માટે સાવચેત કરી દેવામાં આવ્યા છે. કારણ કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ પાંચ દિવસ પછી હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગઈકાલે 48 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો:
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 48 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં સવા ઈંચ, મહેમદાવાદમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જયારે કપડવંજ, ચોટીલા, સુરત શહેર, ધોળકા અને બોટાદના રાણપુરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *