Gujarat Rainwater harvesting: બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત આજે 50,000 રિચાર્જ કુવાઓનું નિર્માણ શરૂ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડા (Gujarat Rainwater harvesting) તાલુકાના ચોડુંગરી ગામમાંથી આ અભિયાનને લીલી ઝંડી આપી છે.
રાષ્ટ્રવ્યાપી કેચ ધ રેઈન અભિયાનનો પ્રારંભ કરાવ્યો
જળ એ જીવન છે અને જો પાણી નહીં હોય તો જીવન અસ્તિત્વમાં જ રહી નહીં શકે. સમગ્ર દેશમાં ભૂગર્ભ જળને બચાવી શકાય તથા તેના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી દેશના યશસ્વી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદી પાણી બચાવવા માટે રાષ્ટ્રવ્યાપી કેચ ધ રેઈન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે આ અભિયાનને “જન આંદોલન” બનાવવાની અપીલ કરી હતી, જેથી દરેક નાગરિક પાણી બચાવવાના પ્રયાસોમાં સહભાગી બની શકે અને આનું સારું પરિણામ મળી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં કુલ 50 હજાર જેટલા રિચાર્જ કુવા બનાવવામાં આવશે
બનાસકાંઠા જિલ્લામાં 50 હજાર જેટલા રિચાર્જ કુવા બનાવવામાં આવશે જેનું મહાનુભાવોના હસ્તે ખાતમુર્હુત કરાશે. જેમાં 25 હજાર રિચાર્જ કુવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે. બનાસકાંઠામાં જળ સંચયને લગતા કાર્યો થકી આગામી સમયમાં ભૂગર્ભ જળના તળને ઊંચા લાવી શકાશે અને જળ સંચયનું કાર્ય કરી શકાશે.
ઓપરેશન સિંદૂર માટે સેનાના જવાનોને સલામ, સૌનો સાથ સૌનો વિકાસની પરંપરા પીએમએ વિકસાવી, પીએમએ આપતિને અવસરમાં ફેરવવાનું કામ કર્યુ, પાણી પહેલા પાળ બાંધવાની દિશા નરેન્દ્ર મોદીએ બતાવી, સમગ્ર રાજયમાં 1 લાખ જેટલા જળ સંચયના કામો પૂર્ણ થયા, ગુજરાતમાં અલગ- અલગ યોજનાઓથી પાણીને લઈ કામગીરી કરાશે.
રાજયનું પાણી રાજયમાં રહેશે તો ખેતીને લાભ થશે : ભૂપેન્દ્ર પટેલ
આપણી સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનું સ્થાન મળ્યું છે, જન શકિતને જળ શકિત સાથે જોડવામાં આવશે. ભૂર્ગભ ઝળ ઉંચા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે.
ચેકડેમો પણ બનાવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન, સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજના, અટલ ભુજલ યોજના, સૌની યોજના, વનબંધુ કલ્યાણ યોજના, પાનમ હાઈ લેવલ કેનાલ, કડાણા હાઈ લેવલ કેનાલ, જળાશયો આધારીત ઉધ્વહ્નન સિંચાઈ યોજનાઓ, કુવા અને બોર રીચાર્જ, તળાવ ઊંડા કરવા, ચેકડેમ બનાવવા, ખેત તલાવડી બનાવવી, નવીન બોર બનાવવા, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું તેના માટે સતત કાર્યો કરવામાં આવી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App