સુરત પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ- શ્રમજીવી મહિલાના પડી ગયેલા 50 હજાર બે કલાકમાં પરત કરાવાયા

સુરત(ગુજરાત): હાલમાં, ઉધના પોલીસ દ્વારા એક શ્રમજીવી મહિલાના પડી ગયેલા રૂપિયા 50 હજારની રોકડને CCTV ફુટેજના આધારે શોધીને પરત આપી માનવતાનું જીવતું ઉદાહરણ બની છે. રેલવેના આઈ.ઓ.ડબ્લ્યુ ખાતામાં કામ કરતી શ્રમિક મહિલાએ બેકમાંથી રૂપિયા ઉપાડી બેંક બહાર બાંકડા પર બેસી રૂપિયા ગણ્યા બાદ થેલીમાં મૂકતી વખતે પૈસા રોડ ઉપર પડી ગયા હતાં. ઘરે ગયા બાદ રૂપિયાનું બંડલ ન હોવાનું ખબર પડતાં દોડા દોડ કરી મૂકી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એટલું જ નહીં પણ બેંકમાં આવેલી મહિલાને કોઈ હકારાત્મક સહયોગ ન મળતા આંખમાં આંસુ લઈને પોલીસ સ્ટેશને ગઈ હતી. જ્યાં ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ લાચાર મહિલાની મદદ માટે આગળ આવ્યા હતાં. પીઆઇના આદેશ બાદ કોન્સ્ટેબલ દ્વારા સૂઝબૂઝથી તાત્કાલિક પ્રથમ બેંકના CCTV ચેક કરવામાં આવતા રૂપિયા ઉપાડતો ઈસમની ઓળખ થઈ જતા બે કલાકમાં જ મહિલાને તેના ખોવાયેલા રૂપિયા પરત મળી ગયા હતા.

આ અંગે ઉધના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયેશ કદમે જણાવ્યું હતું કે, પીઆઇ વી.બી દેસાઈ દ્વારા રડતા રડતા આવેલી મહિલા અલનગીવી કનકઆદિ દ્રવિડ (રહે. લિબયાત)ની વાત સાંભળી આખી ટીમને કામે લગાડી દેવામાં આવી હતી. પી.એસ.આઈ, પી.વી સોલંકી અને હું બેંકમાં દોડી ગયા હતા. બેંકના CCTV ચેક કરતા એક વ્યક્તિ રૂપિયા ઉપાડતો ઓળખાય ગયો હતો. ગણતરીના કલાકોમાં તેને શોધીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો.

રૂપિયા જેને મળ્યા તે યુવકે કહ્યું કે, રસ્તા ઉપર પડેલા રૂપિયા 50 હજાર કોઈ બીજાના હાથે ન ચાલી જાય એ હેતુથી એ રૂપિયા લઈ ત્યાં થોડીવાર બેસી રહ્યો હતો. આ દરમિયાન, કોઈ ન આવતા એ ઘરે ગયો હતો. પોલીસનો ફોન જતા જ પ્રથમ સવાલમાં જ જી.. સાહેબ રૂપિયા મારી પાસે છે. ક્યાં આપી જાવ એમ કહી પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. એટલું જ નહીં પણ પીડિત મહિલાને રૂપિયા આપી તે ખૂબ જ ખુશ પણ થયો હતો.

મહિલાએ એસ.બી આઈ બેંક રોડ 10માંથી આજે જરૂરી કામ માટે 50 હજાર ઉપાડ્યા હતાં. ઘરે જઈ થેલીમાં રૂપિયા ન દેખાતા તે હોશ ગુમાવી બેઠી હતી. જોકે, સમયસર બેંકમાં અને પોલીસ સ્ટેશન આવતા એને એની કમાણીના રૂપિયા પરત મળ્યા હતા. જાણવા મળ્યું છે કે, આ ઘટના આજે બપોરની હતી. મહિલા દ્વારા પીઆઇ સહિત આખા સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રૂપિયા પરત કરનાર ભાઈને હાથ જોડીને કહ્યું હતું કે, આટલી મોંઘવારીમાં પણ માનવતા છે. એ જોઈ આનંદની વાત છે. હું આજના આ દિવસને ક્યારેય નહીં ભૂલું. તેણે એમ પણ જણાવ્યું કે, ભલે આ રકમ નાની છે પણ મારી ગરીબી સામે આ રકમ એક ક્ષણ માટે આપઘાતના વિચાર સુધી લઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *