સિઝનના પહેલા વરસાદે જ ખોલી પાલિકાની પોલ: રોડ-રસ્તા તુટવા લાગ્યા અને ઠેર-ઠેર ભરાયા પાણી

Published on: 12:36 pm, Fri, 18 June 21

પહેલા જ વરસાદે અમદાવાદનસ મ્યુનિસિપિલ કોર્પોરેશનની પોલ ખોલી છે. અમદાવાદમાં વરસાદની શરૂઆતની સાથે જ રોડ તૂટવા લાગ્યા છે. અમદાવાદમાં મોદી રાત્રે પડેલા અડધા ઈંચ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોની હાલત ખરાબ કરી નાખી છે.

અમદાવાદ શહેર રાત્રે સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ વાસણા બેરેજનો 1 ગેટ ખોલાયો હતો. અમદાવાદના સરખેજ, બોપલ, જોધપુર, ટાગોર કન્ટ્રોલ, દુધેશ્વર, મેમકો સહિતના વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. માત્ર સામાન્ય વરસાદમાં પણ કેટલાક વિસ્તારોની હાલત ગંભીર બની છે. શાયોના સિટીથી ચાંદલોડિયા વચ્ચે આવતા ગરનાળામાં ગુરુવારે સવારે પણ પાણી ભરાયેલુ જોવા મળ્યું. હજુ સુધી પાણી કાઢવા માટે કોઈ જ જાતના પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે.

આજે સવારે અનેક વાહનચાલકો ગરનાળામાં પાણીમાંથી વાહન કાઢવા માટે મજબૂર બન્યા હતા. અનેક વાહનચાલકો ગરનાળામાં ભરાયેલું પાણી જોઈને પરત ફરી જાય છે ત્યારે કેટલાક લોકોએ પાણીમાંથી ગાડી કાઢીને પોતાની કિસ્મત અજમાવી હતી. આને કારણે કેટલાક વાહનચાલકો પાણીમાં વાહન સાથે પડ્યા પણ હતા.

rainfall in ahmedabad water logging in many areas 1 » Trishul News Gujarati Breaking News

ગરનાળામાં પાણી ભરાયેલું હોવાથી અનેક વાહનચાલકો ગરનાળાની ઉપરની તરફ આવેલા રેલવે ટ્રેક પરથી પોતાના વાહનો પસાર કરાવી રહ્યા છે. જીવના જોખમે વાહનો રેલવે ટ્રેક પરથી લોકો જોખમી રીતે પોતાના વાહનો લઈને જઈ રહ્યા છે.

અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદમાં કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. માણેકબાગથી આંબાવાડી તરફ જતા માર્ગ પર ઘણા વૃક્ષ ધરાશાયી થયા હતા. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા બંને તરફનો રસ્તો બંધ થયો હતો. આ કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે. હાલ માત્ર એક જ વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

બીજી તરફ, વાડજમાં આવેલા રામાપીરના ટેકરા પાસે આવેલા BRTS કોરિડોરમાં અનેક જગ્યાઓ પર ખાડા પડ્યા છે. ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોની ઘણી મુશ્કેલી વધી રઈ છે. આ પરિસ્થિતિમાં પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય સર્જાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.