દુનિયાભરમાં કોરોનાવાયરસ ના સંક્રમણના કારણે હજારો મામલાઓ સામે આવી ચૂક્યા છે તેવામાં કોરોનાવાયરસ ના શહેરે ઘણા લોકોની જિંદગી છીનવી લીધી છે.દરેક દિવસે કોરોના થી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ ઘણા લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે.
એવા ઘણા લોકો છે જે કોરોનાવાયરસ ને હરાવી પોતાની ખુશાલ જીવનમાં પાછા આવવા માંગે છે. આવું છે કે વૃદ્ધ કપલ છે કે હોસ્પિટલમાં દાખલ છે.આ વૃદ્ધ કપલ એ દુનિયા સામે ઉદાહરણ રજૂ કર્યું છે કે કેવી રીતે મુશ્કેલીના સમયમાં પણ હિંમત રાખી સામાન્ય રીતે રહી શકો છો.
ઇટલીમાં ફેમો સ્થિત સેકસી હોસ્પિટલના આઈસીયુમાં એક કોરોના સંક્રમિત વૃદ્ધ કપલ દાખલ છે. પતિ ૭૩ વર્ષના છે તો તેમની પત્નીની ઉંમર ૭૧ વર્ષ છે. બંને દર્દીઓને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવામાં તેમના લગ્ન થયાને 50 વર્ષ થયા તે દિવસ આવી ચૂક્યો.
ડેલી મેલના રિપોર્ટ અનુસાર જ્યારે નર્સ અને ખબર પડી કે આ વૃદ્ધ કપલ પહેલા તેમની 50મી લગ્નતિથિ ઉજવવાના હતા પરંતુ હવે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ત્યારબાદ નળશે મેડિકલ સ્ટાફ સાથે આ વિશે વાત કરી. તો હોસ્પિટલના ડોક્ટરો અને નર્સ દ્વારા તેમના આ દિવસને વધારે ખાસ બનાવવાનો નિર્ણય કર્યો.
હોસ્પિટલના સ્ટાફે મળી વૃદ્ધ કપલ માટે કેક અને 50 લખેલી મીણબત્તીની વ્યવસ્થા કરી.જોકે હોસ્પિટલના આઈસીયુમાં ઓક્સિજનની સપ્લાયના કારણે મીણબત્તી સળગાવવાની સંભવ ન હતી તો મેડિકલ સ્ટાફ કે મીણબત્તી પાસે તેમની પાસે રાખી દીધી.
ત્યાર બાદ મેડિકલ સ્ટાફે બંને દર્દીઓ ના બેડ પાસે કરી દીધી જેથી તેઓ એકબીજાનો હાથ પકડી શકે. સાથે જ મેડિકલ સ્ટાફે કપલ ની સાથે ફોટો પણ પડાવ્યા અને તેના બાળકોને આ તસવીરો મોકલી. એટલું જ નહીં મેડિકલ સ્ટાફ દ્વારા ત્યાર બાદ લગ્નના ગીત પણ વગાડ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news