નહાતી વખતે પગ સાથે લપેટાયું નાગનું બચ્ચું, ઘરમાં જોયું તો નીકળ્યા 34 સાપ

નહાતી વખતે બાથરૂમમાં એક વ્યક્તિના પગમાં સાપનું બચ્ચું આવીને લપેટાઈ ગયું તો તેના હોશ ઉડી ગયા. થોડા દિવસોમાં જ ઘરના અલગ અલગ ભાગમાંથી સાપના બચ્ચાઓ ફરતા જોવા મળ્યા. જ્યારે મદારીને બોલાવવામાં આવ્યો તો નાગણના એક સાથે ૩૪ બચ્ચાઓ પકડાઈ ગયા.

બિહારના દરભંગા જિલ્લાનો લાલબાગ મહોલ્લામાં એક ઘરમાંથી 34 સાપના બચ્ચા ઉપરાંત એક મોટી નાગણને પણ પકડવામાં આવી. ઘરના માલિક વિનય જા ને તેનો આભાસ ત્યારે થયો જ્યારે નાહતી વખતે તેના બાથરૂમમાં એક સાપનું બચ્ચું તેના પગમાં આવીને લપેટાઈ ગયું.

ત્યારબાદ જેમ તેમ કરી તેઓ દિવસ વિતાવવા લાગ્યા ધીરે ધીરે ઘરમાંથી ઘણી જગ્યાઓ પરથી સાપના બચ્ચાઓ ફરતાં દેખાવા લાગ્યા.

ત્યારબાદ ઘરના માલિકે આજુબાજુના લોકોને તેની જાણકારી આપી. ત્યારબાદ તેણે વન વિભાગનો સંપર્ક કર્યો. જ્યાંથી સાપ પકડવા વાળા ને બોલાવી તમામ બચ્ચાઓ સાથે એક મોટી નાગણને પણ પકડી લેવામાં આવી.

નાગણની સાથે સાથે ઘરના આંગણામાં રાખવામાં આવેલા ટાઇલ્સની અંદર તમામ બચ્ચાઓ સંતાયેલા હતા. કુલ મળીને ૩૪ જેટલા સાપ નીકળ્યા. આ તમામ સાપ પકડાઈ જવાના બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: